અજબશક્તિ


.                . અજબશક્તિ

તાઃ૩/૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનને જગતમાં,ના રોકી શક્યુ છે કોઇ
એજ અજબશક્તિ છે અવિનાશીની,ના આંબી શક્યુ છે કોઇ
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય
માનવતાનીમહેંક પ્રસરે જીવની,કૃપાએ અનુભવથી દેખાય
કરેલ કર્મ એજ સાંકળ જીવની,અવનીના આગમને સહેવાય
કાયાને જકડે છે જીવના બંધન,અદભુત લીલા એને કહેવાય
ના સાધુ કે સંસારી છુટે અવનીથી,એજ અજબશક્તિ કહેવાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય.
મળે જ્યાં મારુ દેહને જીવનમાં,ત્યાં મળેલ સંબંધ જકડી જાય
પરમાત્માની નિર્મળકેડી મળે જીવનમાં,જે ભક્તિથીમેળવાય
શ્રધ્ધાએ સંત જલાસાંઇને ભજતા,સંસારી જીવન સુધરી જાય
કર્મના બંધનની કેડી છુટતાં,અવનીના આગમનનેછોડી જાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય

=========================================