મળી ગઈ


.                         . મળી ગઈ

તાઃ૧૩/૧/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટી ગઈ,જ્યાં ભક્તિ નિર્મળ થઈ
મળી ગઈ મને પ્રીત પ્રેમીઓની,જે કલમ પકડાઈ ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
સરળ જીવનની રાહ મળી,જ્યાં મનમાં સમજણ થઈ
કલમની નિર્મળ કેડી મળી,જ્યાં પ્રેમીઓ મળ્યા અહીં
આવ્યા હ્યુસ્ટન પ્રેમ લઈને,જે કલમથી દેખાય છે અહીં
ગુજરાતીની ગાથા બની ગઈ,જે નિર્મળતા આપી ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
પરમકૃપા જલાસાંઈની થઈ,જે નિર્મળરાહ બતાવતી ગઈ
મળી ગઈ પ્રેમની જ્યોત પ્રેમીઓને,જે સફળતા દેતી થઈ
માગણીનાકોઇ કલમપ્રેમીની,લાયકાતે જગતમાં પ્રસરીગઈ
અભિમાનની આંગળી દુરરહી,જ્યાં નિર્મળતા પકડાઈ ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.

+++++++++++++++++++++++++++++++++++++++++++