ચીધેલ આંગળી


.                    .ચીધેલ આંગળી

તાઃ૨૪/૧/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટે,જ્યાં માનવી સરળ જીવન જીવી જાય
નિર્મળરાહ ને સંગે ચાલતા,જીવને મળેલ આજીવન મહેંકીજાય
……..સરળ ચીંધેલ આંગળીએ ચાલતા,જીવનમાં ઉજ્વળ રાહ સહેવાય.
અપેક્ષા તો જીવનમાં સ્પર્શે છે સૌને,ના કોઇ જીવથીય છટકાય
પરમાત્માની કૃપા મળીજાય  જીવને,ત્યાં સફળતા મળતી જાય
મળતી લાગણીને પારખીલેતાં,જીવથી કળીયુગથી દુર રહેવાય
શાંન્તિનોસહેવાસ મળતા જીવનમાં,પવિત્રમાર્ગ પણમળી જાય
……..સરળ ચીંધેલ આંગળીએ ચાલતા,જીવનમાં ઉજ્વળ રાહ સહેવાય.
સંત જલાસાંઇની જ્યોત પ્રગટતા,પવિત્ર દ્રષ્ટિ જીવનેમળીજાય
મારૂ તારૂની કેડીને સમજતા,જીવનમાં પાવન રાહ ને મેળવાય
દુઃખ સુખ ના સ્પર્શે  દેહને,ત્યાંજ જીવને અનંત શાંન્તિ દઈ જાય
પવિત્રરાહે ચીંધેલ આંગણી,જીવને દેહે પાવન કર્મ કરાવી જાય
……..સરળ ચીંધેલ આંગળીએ ચાલતા,જીવનમાં ઉજ્વળ રાહ સહેવાય.

===========================================