ભજનભક્તિ


.                       .ભજનભક્તિ

તાઃ૧૯/૧/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજનભક્તિમાં અજબ શક્તિ છે,જે નિર્મળતાએ સહેવાય
મનથી કરેલ સાચી ભક્તિ,પરમાત્માની કૃપા લાવી જાય
………….એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
કરેલ ભજન એમનને પ્રેરે,જે  દેહને અનુભવથી સમજાય
પાવનરાહ પામવા જીવનમાં,અંતરથી પ્રભુની ભક્તિ થાય
ઉજ્વળ જીવનનીકેડી મળતા,પ્રભુભજનની રાહ મળી જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
માનવજીવન એ કર્મની કેડી,જીવને દેહ મળતા અનુભવાય
સુખશાંન્તિના વાદળ સ્પર્શે,જેસાચી ભજનભક્તિએ મેળવાય
નિર્મળભાવથી સેવાકરતાં જીવને,કૃપાએમુક્તિરાહ મળીજાય
કર્મના બંધન છુટે જીવથી,જ્યાં પરમાત્માની દ્રષ્ટિ પડી જાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.

======================================

Advertisements

મળી ગઈ


.                         . મળી ગઈ

તાઃ૧૩/૧/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટી ગઈ,જ્યાં ભક્તિ નિર્મળ થઈ
મળી ગઈ મને પ્રીત પ્રેમીઓની,જે કલમ પકડાઈ ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
સરળ જીવનની રાહ મળી,જ્યાં મનમાં સમજણ થઈ
કલમની નિર્મળ કેડી મળી,જ્યાં પ્રેમીઓ મળ્યા અહીં
આવ્યા હ્યુસ્ટન પ્રેમ લઈને,જે કલમથી દેખાય છે અહીં
ગુજરાતીની ગાથા બની ગઈ,જે નિર્મળતા આપી ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.
પરમકૃપા જલાસાંઈની થઈ,જે નિર્મળરાહ બતાવતી ગઈ
મળી ગઈ પ્રેમની જ્યોત પ્રેમીઓને,જે સફળતા દેતી થઈ
માગણીનાકોઇ કલમપ્રેમીની,લાયકાતે જગતમાં પ્રસરીગઈ
અભિમાનની આંગળી દુરરહી,જ્યાં નિર્મળતા પકડાઈ ગઈ
………એજ કૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીઓ લાવી અહીં.

+++++++++++++++++++++++++++++++++++++++++++

જ્યોતપ્રગટે


.                       .જ્યોત પ્રગટે

 તાઃ૧૨/૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ ભક્તિ કરાય
મળે જીવનમાં પ્રેમસાચો,જ્યાં જીવન નિખાલસ જીવાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
અંતરમાં આનંદ પ્રસરે જીવનમાં,ના કોઇજ અપેક્ષા રખાય
કરેલકર્મની ઉજ્વળ રાહે,મળેલ દેહ જીવને રાહ મળી જાય
ભક્તિની નિર્મળરાહ પામવા,સંત જલાસાંઇને વંદન થાય
માનવદેહ સાર્થક કરવા કાજે,ઘરમાં નિર્મળ ભક્તિ જ થાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
કર્મના બંધન એ જીવની કેડી,જે આવન જાવનથી સમજાય
મૃત્યુમાર્ગએ અવનીએ દેહને સ્પર્શે,જે જન્મ મળે સ્પર્શી જાય
નિર્મળભક્તિ એ અજબશક્તિ છે,જે અખંડશાંન્તિ આપી જાય
મોહમાયા નાકદી સ્પર્શે જીવને,ત્યાંજ જીવને મુક્તિ મળીજાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.

========================================

આઝાદ ભારત


.                .th_mahatma-gandhi1

.                 . આઝાદ ભારત

તાઃ૧૧/૧/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુરવીરોનો જ્યાં સાથ મળે,ત્યાં અજબશક્તિ મળી જાય
ભારતદેશને આઝાદી,શુરવીરોના સંગાથથી મળી જાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
અંગ્રેજોની તાકાત હતી,જે જગતમાં સત્તાએ દેખાઈ જાય
ના કોઇની લાયકાત હતી જગતમાં,કે તેમને  આંબી જાય
શુરવીરોનો સંગાથમળતા,ભારતને આઝાદીએ લઈજાય
મહાન આત્મા  ગાંધીજીનો,જેદેશમાં મહાત્માએ ઓળખાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
સરદાર હતા વલ્લભભાઈ,જેને ગુજરાતની શાન કહેવાય
આંબી લીધા અંગ્રેજોને દેશમાં,ભારત છોડીને ભાગી જાય
મળીગઈ આઝાદી દેશને,જે દેશવાસીઓને ખુશકરી જાય
માનઅને સન્માન ગુજરાતીઓનું,નાકોઇથી એને અંબાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++

સન્માનકેડી


.                       સન્માનકેડી

 તાઃ૪/૧/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મ એ દેહને સ્પર્શે,જે જીવને અનુભવથી સમજાય
માનવદેહ મળતા જીવને,કર્મની કેડી સમયથી મેળવાય
…………એ અદભુતલીલા પ્રભુની ,જગતમાં કોઇથીય ના છોડાય.
શીતળ કર્મ જીવને સ્પર્શે,જે જીવનમાં શાંન્તિ આપી જાય
ના કળીયુગની કાતરઅડે,કે નામાનવદેહ વ્યર્થ થઈજાય
સરળ જીવન જગે જીવતા,ના દેહને જન્મોજન્મ સહેવાય
ભક્તિપ્રેમને સમજીને ચાલતા,જીવથી સાચી ભક્તિ થાય
…………એ અદભુતલીલા પ્રભુની ,જગતમાં કોઇથીય ના છોડાય.
જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,જ્યાં સત્કર્મ સંગે  જીવાય
અવનીપરનુ આગમન એ દેહ છે,જે મળે જીવને સમજાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જે થકી જીવને મુક્તિ મેળવાય
જલાસાંઇની જ્યોત ભક્તિની,જીવને રાહ સાચી દઈ જાય
…………એ અદભુતલીલા પ્રભુની ,જગતમાં કોઇથીય ના છોડાય.

++++++++++++++++++++++++++++++++++++++

અજબશક્તિ


.                . અજબશક્તિ

તાઃ૩/૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનને જગતમાં,ના રોકી શક્યુ છે કોઇ
એજ અજબશક્તિ છે અવિનાશીની,ના આંબી શક્યુ છે કોઇ
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય
માનવતાનીમહેંક પ્રસરે જીવની,કૃપાએ અનુભવથી દેખાય
કરેલ કર્મ એજ સાંકળ જીવની,અવનીના આગમને સહેવાય
કાયાને જકડે છે જીવના બંધન,અદભુત લીલા એને કહેવાય
ના સાધુ કે સંસારી છુટે અવનીથી,એજ અજબશક્તિ કહેવાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય.
મળે જ્યાં મારુ દેહને જીવનમાં,ત્યાં મળેલ સંબંધ જકડી જાય
પરમાત્માની નિર્મળકેડી મળે જીવનમાં,જે ભક્તિથીમેળવાય
શ્રધ્ધાએ સંત જલાસાંઇને ભજતા,સંસારી જીવન સુધરી જાય
કર્મના બંધનની કેડી છુટતાં,અવનીના આગમનનેછોડી જાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય

=========================================

આજ કાલ


.                    .આજ કાલ

તાઃ૨/૧/૨૦૧૬                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલ એ સમયની સીડી,જગતમાં ના કોઇથી છટકાય
જન્મમરણ એ દેહના બંધન,કર્મના બંધનથી જ મેળવાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
માગણી જીવની ના અટકે અવનીએ,જ્યાં દેહ  મળી જાય
આગમન વિદાય એ જીવના બંધન,કર્મથીએ સ્પર્શી જાય
કરેલ કર્મો  છે જીવનની જાત્રા,જે આજકાલને જકડી જાય
પશુપક્ષીએ છે સતત આગમન,જે માનવદેહથી સમજાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
મળે જ્યાં માનવદેહ જીવને,જ્યાં સમજણ સીડીએ ચઢાય
યુગનીકેડી એ જીવને જકડે,જે નિર્મળભક્તિએ જ સમજાય
મળેલમાનવદેહ જીવને,જે જલાસાંઈની ભક્તિએછુટીજાય
સાચી પ્રભુની ભક્તિ કરતા,કૃપાએ જીવને મુક્તિ મળી જાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.

+++++++++++++++++++++++++++++++++++++