આશિર્વાદની વર્ષા


.                     .આશિર્વાદની વર્ષા

તાઃ૨૭/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની પરમ કૃપાએ,જીવ પર આશિર્વાદની વર્ષા થાય
સમયની ઉજ્વળરાહ મળતા,પવિત્રજીવનુ આગમન થઇજાય
…………સંત જલાસાંઇની અસીમ કૃપાએ,સંસારની કેડી ઉજ્વળ થઈ જાય.
નામોહ માયા સંતાનને સ્પર્શે,કે નાદેખાવની દુનીયા અડી જાય
પાવનરાહે જીવન જીવતાજ,અનંત શાંન્તિ જીવનમાં મળી જાય
કરેલ પવિત્ર કર્મથી જીવને,ના આધિ કે ના વ્યાધી કોઇ અથડાય
પરમકૃપા પરમાત્માની થતા,પવિત્રજીવ સંતાન થઈ આવીજાય
…………સંત જલાસાંઇની અસીમ કૃપાએ,સંસારની કેડી ઉજ્વળ થઈ જાય.
આજને સમજી જીવનમાં જીવતા,આવતીકાલ ઉજ્વળ થઈ જાય
મળે આશિર્વાદની વર્ષા સંબંધીઓની,જે પાવનરાહ આપી જાય
અનુભવની આ પવિત્રગંગા વહેતા,મળેલ જન્મ સફળ થઈજાય
માતાજીની અસીમકૃપા  અનુભવતા,મળેલ જીવન નિર્મળ થાય
…………સંત જલાસાંઇની અસીમ કૃપાએ,સંસારની કેડી ઉજ્વળ થઈ જાય. =+++++++++++++++++++++++++++++++++++++++++=

તારી રાહ જોઉ


taarI

.                    . તારી રાહ જોઉ    

તાઃ૨૪/૨/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હુ આવુ કે પછી તુ આવે,તારી રાહ જોઉ હુ વાટે
મનની માગણી મુંઝવણ છોડવા,લાગણી લઇ તુ આવે
………એજ અપેક્ષા છે મારી,જીવનમાં સાથે સાથે તુ ચાલે.
માગણી મેંતો મુકી દીધી,ને મોહમાયા પણ રાખી દુર
પ્રેમ પકડીને હુંતો ખખડી પડી,ના બંધનમાં કોઇ નુર
આજને મેં સમજી લીધી,જે આવતીકાલ  સુધારશે જરૂર
ઉજ્વળ જીવનનો સાથ રહેતા,મળશે શાંન્તિ અદભુત
…………એજ અપેક્ષા છે મારી,જીવનમાં સાથે સાથે તુ ચાલે.
મળી નજર જ્યાં તારી મને,ત્યાં મારી દ્રષ્ટિ પાવન થઈ
તારા સાથનો મને સંગાથ મળતા,ઉજ્વળ રાહ મળી ગઈ
વિશ્વાસની પાવનકેડી લઈને,તારા જીવનમા હું જકડાઈ જઉ
ભરથાર મારો બને જીવનમાં,હું જીવનસંગીની થઈ જઉ
…………એજ અપેક્ષા છે મારી,જીવનમાં સાથે સાથે તુ ચાલે.

+++++++++++++++++++++++++++++++++++++++++

આગમન થાય


.                  . આગમન થાય

તાઃ૨૨/૨/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનમાં આનંદ અનેરો,જ્યાં આગમન પ્રેમથી થાય
વડીલનુ આગમન આશિર્વાદ,ને સંતાનનુ કુળ વધારી જાય ……….અજબકૃપા અવિનાશીની,જે જીવનમાં આગમનથી મળી જાય.
જીવને જન્મ મળે માનવીનો,જે માતાના પ્રેમથી જ મેળવાય
પતિનો પ્રેમ  જીવન સંગીનીને મળતા,સંતાનની પ્રાપ્તિ થાય કુદરતની આ સાંકળ નિરાળી,જે કર્મબંધનથી કુળ વધારી જાય
આ આગમન એ કુટુંબનીસાંકળ,જે માતાને સંતાનથીમળીજાય ……….અજબકૃપા અવિનાશીની,જે જીવનમાં આગમનથી મળી જાય. જન્મમૃત્યુએ બંધનજીવના,અવનીના આવનજાવનથી દેખાય
ઉંમરને ના આંબે  કોઈ જીવનમાં,બાળપણથી અંતે ઘરડા થાય જીવનની જ્યોત પ્રગટે ઉંમરે,જે હ્રદયના પ્રેમથી વરસતો જાય
મળે જ્યાં આશિર્વાદ વડીલના,જીવ પર સુખનુ આગમન થાય ……….અજબકૃપા અવિનાશીની,જે જીવનમાં આગમનથી મળી જાય. ==========================================

પવિત્ર પ્રેમ


 

.                       . સિધ્ધી વિનાયકની કૃપા

Sidhdhi

.                           .પવિત્ર પ્રેમ

તાઃ૨૧/૨/૨૦૧૬                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રદીપપંડ્યાનો પ્રેમ નિખાલસ,જીવને સુખશાંન્તિ આપી જાય
પવિત્ર પ્રેમની રાહે ચાલતા,જીવનસંગીની પુંજા મળી જાય
……………નિર્મળ ભાવે પ્રેમ પકડતા,પુંજા આજે હ્યુસ્ટન આવી જાય.
સિધ્ધીવિનાયકદેવ મુંબઈથી આવ્યા,જે પવિત્રરાહ કહેવાય
પુંજાની પવિત્ર ભાવનાએ,પ્રદીપની આંગળી પકડાઈ જાય
એજ સાચો પ્રેમ જીવનમાં,જે સાચી ભક્તિ એ જ મળી જાય
સિધ્ધી વિનાયકની કૃપાએ,પ્રદીપ પુંજાના પ્રેમ બંધન થાય
……………નિર્મળ ભાવે પ્રેમ પકડતા,પુંજા આજે હ્યુસ્ટન આવી જાય.
ભણતરની કેડી પકડી પુંજાએ,જે માનવતાને  મહેંકાઇ જાય
ઉજ્વળ જીવન જીવતા પવિત્રરાહે,પ્રદીપનો સંગ મળી જાય
જીવનસાથીનાબંધન લગ્નથીમળે,જ્યાં માબાપની કૃપાથાય
નિખાલસપ્રેમથી શ્રધ્ધા રાખતા,જીવને ઉજ્વળ રાહમળીજાય
……………નિર્મળ ભાવે પ્રેમ પકડતા,પુંજા આજે હ્યુસ્ટન આવી જાય.
===========================================
.       .અમેરીકામાં પ્રથમ સિધ્ધી વિનાયક મંદીર હ્યુસ્ટનમાં કરનાર મહારાજ
શ્રી પ્રદીપ પંડ્યાના પત્ની શ્રીમતી પુંજાબેન આજે તાઃ૨૧/૨/૨૦૧૬ના રોજ
હ્યુસ્ટનમાં આવી ગયા છે તે યાદ રૂપે મારા અંગત સંબંધને કારણે આ કાવ્ય
પ્રદીપ અને પુંજાને યાદગીરી રૂપે ઑમ શ્રી ગણેશાય નમઃ સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવારના જય જલારામ.   (રવિવાર  ૨૧/૨/૨૦૧૬)
+++++++++++++++++++++++++++++++++++++++++++++

સરળ રાહ


.                      .સરળ રાહ

તાઃ૧૯/૨/૨૦૧૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે પ્રેમની ગંગા જીવનમાં,મળેલ આ માનવજીવન મહેંકી જાય
સફળતાના સહવાસે રહેતા,જલાસાંઇ કૃપાએ સરળરાહ મળી જાય
…………એ પરમાત્માની છે અસીમકૃપા,માનવજીવનમાં પળેપળ સચવાય.
અપેક્ષાની ના કેડી અડે જીવને,જે જીવને સુખશાંન્તિ આપી જાય
માગણીની નાકોઇ જ્યોત અડે,જે જીવનમાં સાચો પ્રેમ દઈ જાય
કર્મની સીધીરાહ મળે પ્રભુકૃપાએ,જે નિર્મળતાનોસંગ આપી જાય
માનવી દેહની આ છે પરિક્ષા,જે કર્મના પરિણામથી મળી જાય
…………એ પરમાત્માની છે અસીમકૃપા,માનવજીવનમાં પળેપળ સચવાય.
હું તું એ લાગણી છે જીવની,જે જગતમાં કળીયુગમાં સ્પર્શી જાય
શાંન્તિ પ્રેમની નાકોઇ અપેક્ષા રહેતા,જીવને સરળરાહ મળી જાય
મળેલ આશિર્વાદ વડીલના જીવને,આફતના વાદળ દુર લઈજાય
રામનામની જપેલ માળાએ,સંતજલાસાંઇની દ્રષ્ટિમાર્ગ આપીજાય
………..એ પરમાત્માની છે અસીમ કૃપા,માનવજીવનમાં પળેપળ સચવાય.

================================================

ક્યાંથી આવ્યા


.                      ક્યાંથી આવ્યા

તાઃ૧૫/૨/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા ક્યાં જવાના,ક્યારે જવાના ના કોઇથી કહેવાય
અવનીપરનુ આગમન એ  દેહ છે,જે પ્રભુ કૃપા  એજ મેળવાય
…………અજબલીલા અવીનાશીની,જીવને જન્મમૃત્યુથી જ મળી જાય.
જીવનુ આગમન એ માબાપની કૃપા,દેહ મળતા સંબંધ થાય
દેહને મળેલ આશિર્વાદ જીવનમાં,નિર્મળ રાહ જ  આપી જાય
પુણ્યકર્મ એ કૃપા જગતપિતાની,જે સાચીભક્તિએ મળી જાય
પ્રેમ નિખાલસ પામતા,ઉજ્વળ જીવનની જ્યોત પ્રગટી જાય
…………અજબલીલા અવીનાશીની,જીવને જન્મમૃત્યુથી જ મળી જાય.
કર્મ એતો છે જીવનુ બંધન,જગતમાં ના કોઇ જીવથી છટકાય
સંતજલાસાઈંની નિર્મળરાહે,જીવને જીવનની રાહ મળી જાય
શ્રધ્ધાસબુરીને સાચવી લેતા,મળેલ માનવજીવન મહેંકી જાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં અન્નદાનની સાચીકેડી મેળવાય
…………અજબલીલા અવીનાશીની,જીવને જન્મમૃત્યુથી જ મળી જાય.

=========================================

સંકટમોચન


Ram_hanuman

.                  .  સંકટમોચન

તાઃ૧૩/૨/૨૦૧૬              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંકટ મોચન હનુમાનજી,જે અજબ શક્તિ ધારી કહેવાય
પ્રભુરામની કૃપા મળે,ત્યાં લંકાપતિ રાવણનુ દહન થાય
………..એ પવનપુત્ર હનુમાન,જે ને સંકટ મોચનથી ઓળખાય.
નિર્મળ  ભક્તિ સંગે જીવતા,પરમાત્માથી પરીક્ષા થાય
પવનપુત્ર છે અજબ શક્તિશાળી,સુર્યદેવને ગળી જાય
સીતામાની રક્ષા કરવા,રામની કૃપાએ સાગર તરીજાય
મોહની કેડી સ્પર્શી રાવણને,જે અધોગતી એ દોરી જાય
………..એ પવનપુત્ર હનુમાન,જે ને સંકટ મોચનથી ઓળખાય.
દેહ મળ્યો અવનીપર જીવને,લંકાપતિ રાવણ કહેવાય
અજબભક્તિ કરી રાજી કર્યા,જ્યાં ભોલેનાથ રાજી થાય
ભોલેનાથના ભક્તિ શાળી,ના  જગતમાં કોઇથી અંબાય
કળીયુગ અડે જ્યાં દેહને,ત્યાંજ  જીવ ખોટા માર્ગે દોરાય
………ત્યાં પરમાત્માની અજબદ્રષ્ટિએ,સંકટ હરનાર આવી જાય.

======================================

ભક્તિ પુંજન


.                   . ભક્તિ પુંજન

તાઃ૧૩/૨/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેળ દેહ અવનીએ,જીવનુ આગમન કહેવાય
નિર્મળ જીવન જીવવા,જલાસાંઇની ભક્તિ પુંજન થાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
સરળજીવનની રાહ લેવા,શ્રધ્ધા એ ભક્તિ પુંજન થાય
જીવને શાંન્તિ મળે કૃપાએ,જે  જીવનની રાહથી દેખાય
મનથી કરેલ કર્મ જીવનમાં,નિખાલસતાને આપી જાય
વર્ષે વર્ષા પરમાત્મા પ્રેમની,જે જન્મનેસાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
ધર્મ કર્મને સમજીને જીવતા,મનુષ્ય જીવન પાવન થાય
ના અભિમાનની કેડી અડે,કે ના કોઇ મોહ જીવનમાં થાય
ભક્તિની સાચી રાહ પકડી લેતા,જલાસાંઇનું પુંજન થાય
આંગણે આવી કૃપા મળે જીવને,જે જન્મ સાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

સમજણ સાચી


.                    . સમજણ સાચી

તાઃ૧૨/૨/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જકડે કળીયુગની કેડી,ના જગતમાં કોઇથી છટકાય
માનવજીવનની નિર્મળરાહ,સાચી સમજણથી જ સમજાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.
અવનીપરનું આગમન જીવોનુ,કર્મ બંધનથી જકડાઇ જાય
માનવદેહએ લાયકાત જીવની,જે સાચીભક્તિએ મળી જાય
જલાસાંઇની શ્રધ્ધા ભક્તિએ,નિર્મળ ભક્તિ રાહ પામી  જાય
નાઅપેક્ષા નાકોઇ માગણીએ,જન્મમરણના બંધનછુટીજાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.
મોહ જીવને જકડે કળીયુગમાં,જે  જીવને અનુભવે સમજાય
પળેપળને સમજી ચાલવા,જીવનમાં સમજીને પગલુ ભરાય
વ્યાધી ઉપાધી એ સમયની કેડી,જે નિર્મળદેહને સ્પર્શી જાય
અનંત કૃપાળુ છે પરમાત્મા,જે જીવના કર્મથી સમજાઈ જાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.

=======================================

અપેક્ષાના વાદળ


.                  .અપેક્ષાના વાદળ

તાઃ૯/૨/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જળહળતી જ્યોત જીવનની,કરેલ સત્કર્મથી સ્પર્શી જાય
માનવદેહની શીતળકેડીએ,પરમાત્માની કૃપામળી જાય
……..ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.
દેહ મળે છે જીવને અવનીએ,જે કર્મના બંધનથી સંધાય
જન્મો જન્મના સંબંધ જીવના,લાગણી મોહથીજ બંધાય
દેહ મળે જીવને અવનીએ,ત્યાં દેહના સંબંધથી સમજાય
કુદરતની છે આ અજબલીલા,જે  જન્મોજન્મથી મેળવાય
………ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.
જન્મ મળે છે જીવને માબાપથી,મૃત્યુથી ના કોઇથી છટકાય
બંધન પ્રેમના સ્પર્શે છે  જીવને,જે નિર્મળ પ્રેમથી મળી જાય
ના જીવની કોઇ અપેક્ષા રહે,કે નાકોઇ માગણી પણ રહીજાય
એજ કૃપા પરમાત્માની,જે જીવની સાચીશ્રધ્ધાએ મળીજાય
………ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.

=========================================