સરળ રાહ


.                      .સરળ રાહ

તાઃ૧૯/૨/૨૦૧૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે પ્રેમની ગંગા જીવનમાં,મળેલ આ માનવજીવન મહેંકી જાય
સફળતાના સહવાસે રહેતા,જલાસાંઇ કૃપાએ સરળરાહ મળી જાય
…………એ પરમાત્માની છે અસીમકૃપા,માનવજીવનમાં પળેપળ સચવાય.
અપેક્ષાની ના કેડી અડે જીવને,જે જીવને સુખશાંન્તિ આપી જાય
માગણીની નાકોઇ જ્યોત અડે,જે જીવનમાં સાચો પ્રેમ દઈ જાય
કર્મની સીધીરાહ મળે પ્રભુકૃપાએ,જે નિર્મળતાનોસંગ આપી જાય
માનવી દેહની આ છે પરિક્ષા,જે કર્મના પરિણામથી મળી જાય
…………એ પરમાત્માની છે અસીમકૃપા,માનવજીવનમાં પળેપળ સચવાય.
હું તું એ લાગણી છે જીવની,જે જગતમાં કળીયુગમાં સ્પર્શી જાય
શાંન્તિ પ્રેમની નાકોઇ અપેક્ષા રહેતા,જીવને સરળરાહ મળી જાય
મળેલ આશિર્વાદ વડીલના જીવને,આફતના વાદળ દુર લઈજાય
રામનામની જપેલ માળાએ,સંતજલાસાંઇની દ્રષ્ટિમાર્ગ આપીજાય
………..એ પરમાત્માની છે અસીમ કૃપા,માનવજીવનમાં પળેપળ સચવાય.

================================================