તારી રાહ જોઉ


taarI

.                    . તારી રાહ જોઉ    

તાઃ૨૪/૨/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હુ આવુ કે પછી તુ આવે,તારી રાહ જોઉ હુ વાટે
મનની માગણી મુંઝવણ છોડવા,લાગણી લઇ તુ આવે
………એજ અપેક્ષા છે મારી,જીવનમાં સાથે સાથે તુ ચાલે.
માગણી મેંતો મુકી દીધી,ને મોહમાયા પણ રાખી દુર
પ્રેમ પકડીને હુંતો ખખડી પડી,ના બંધનમાં કોઇ નુર
આજને મેં સમજી લીધી,જે આવતીકાલ  સુધારશે જરૂર
ઉજ્વળ જીવનનો સાથ રહેતા,મળશે શાંન્તિ અદભુત
…………એજ અપેક્ષા છે મારી,જીવનમાં સાથે સાથે તુ ચાલે.
મળી નજર જ્યાં તારી મને,ત્યાં મારી દ્રષ્ટિ પાવન થઈ
તારા સાથનો મને સંગાથ મળતા,ઉજ્વળ રાહ મળી ગઈ
વિશ્વાસની પાવનકેડી લઈને,તારા જીવનમા હું જકડાઈ જઉ
ભરથાર મારો બને જીવનમાં,હું જીવનસંગીની થઈ જઉ
…………એજ અપેક્ષા છે મારી,જીવનમાં સાથે સાથે તુ ચાલે.

+++++++++++++++++++++++++++++++++++++++++