આશિર્વાદની વર્ષા


.                     .આશિર્વાદની વર્ષા

તાઃ૨૭/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની પરમ કૃપાએ,જીવ પર આશિર્વાદની વર્ષા થાય
સમયની ઉજ્વળરાહ મળતા,પવિત્રજીવનુ આગમન થઇજાય
…………સંત જલાસાંઇની અસીમ કૃપાએ,સંસારની કેડી ઉજ્વળ થઈ જાય.
નામોહ માયા સંતાનને સ્પર્શે,કે નાદેખાવની દુનીયા અડી જાય
પાવનરાહે જીવન જીવતાજ,અનંત શાંન્તિ જીવનમાં મળી જાય
કરેલ પવિત્ર કર્મથી જીવને,ના આધિ કે ના વ્યાધી કોઇ અથડાય
પરમકૃપા પરમાત્માની થતા,પવિત્રજીવ સંતાન થઈ આવીજાય
…………સંત જલાસાંઇની અસીમ કૃપાએ,સંસારની કેડી ઉજ્વળ થઈ જાય.
આજને સમજી જીવનમાં જીવતા,આવતીકાલ ઉજ્વળ થઈ જાય
મળે આશિર્વાદની વર્ષા સંબંધીઓની,જે પાવનરાહ આપી જાય
અનુભવની આ પવિત્રગંગા વહેતા,મળેલ જન્મ સફળ થઈજાય
માતાજીની અસીમકૃપા  અનુભવતા,મળેલ જીવન નિર્મળ થાય
…………સંત જલાસાંઇની અસીમ કૃપાએ,સંસારની કેડી ઉજ્વળ થઈ જાય. =+++++++++++++++++++++++++++++++++++++++++=