ભક્તિ પુંજન


.                   . ભક્તિ પુંજન

તાઃ૧૩/૨/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેળ દેહ અવનીએ,જીવનુ આગમન કહેવાય
નિર્મળ જીવન જીવવા,જલાસાંઇની ભક્તિ પુંજન થાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
સરળજીવનની રાહ લેવા,શ્રધ્ધા એ ભક્તિ પુંજન થાય
જીવને શાંન્તિ મળે કૃપાએ,જે  જીવનની રાહથી દેખાય
મનથી કરેલ કર્મ જીવનમાં,નિખાલસતાને આપી જાય
વર્ષે વર્ષા પરમાત્મા પ્રેમની,જે જન્મનેસાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
ધર્મ કર્મને સમજીને જીવતા,મનુષ્ય જીવન પાવન થાય
ના અભિમાનની કેડી અડે,કે ના કોઇ મોહ જીવનમાં થાય
ભક્તિની સાચી રાહ પકડી લેતા,જલાસાંઇનું પુંજન થાય
આંગણે આવી કૃપા મળે જીવને,જે જન્મ સાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

સમજણ સાચી


.                    . સમજણ સાચી

તાઃ૧૨/૨/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જકડે કળીયુગની કેડી,ના જગતમાં કોઇથી છટકાય
માનવજીવનની નિર્મળરાહ,સાચી સમજણથી જ સમજાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.
અવનીપરનું આગમન જીવોનુ,કર્મ બંધનથી જકડાઇ જાય
માનવદેહએ લાયકાત જીવની,જે સાચીભક્તિએ મળી જાય
જલાસાંઇની શ્રધ્ધા ભક્તિએ,નિર્મળ ભક્તિ રાહ પામી  જાય
નાઅપેક્ષા નાકોઇ માગણીએ,જન્મમરણના બંધનછુટીજાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.
મોહ જીવને જકડે કળીયુગમાં,જે  જીવને અનુભવે સમજાય
પળેપળને સમજી ચાલવા,જીવનમાં સમજીને પગલુ ભરાય
વ્યાધી ઉપાધી એ સમયની કેડી,જે નિર્મળદેહને સ્પર્શી જાય
અનંત કૃપાળુ છે પરમાત્મા,જે જીવના કર્મથી સમજાઈ જાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.

=======================================

અપેક્ષાના વાદળ


.                  .અપેક્ષાના વાદળ

તાઃ૯/૨/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જળહળતી જ્યોત જીવનની,કરેલ સત્કર્મથી સ્પર્શી જાય
માનવદેહની શીતળકેડીએ,પરમાત્માની કૃપામળી જાય
……..ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.
દેહ મળે છે જીવને અવનીએ,જે કર્મના બંધનથી સંધાય
જન્મો જન્મના સંબંધ જીવના,લાગણી મોહથીજ બંધાય
દેહ મળે જીવને અવનીએ,ત્યાં દેહના સંબંધથી સમજાય
કુદરતની છે આ અજબલીલા,જે  જન્મોજન્મથી મેળવાય
………ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.
જન્મ મળે છે જીવને માબાપથી,મૃત્યુથી ના કોઇથી છટકાય
બંધન પ્રેમના સ્પર્શે છે  જીવને,જે નિર્મળ પ્રેમથી મળી જાય
ના જીવની કોઇ અપેક્ષા રહે,કે નાકોઇ માગણી પણ રહીજાય
એજ કૃપા પરમાત્માની,જે જીવની સાચીશ્રધ્ધાએ મળીજાય
………ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.

=========================================

સોમવતી અમાસ


bholenath

.                      .સોમવતી અમાસ

તાઃ૮/૨/૨૦૧૬                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયને સમજી પકડી ચાલતા,નિર્મળ જીવન મળતુ જાય
ભક્તિપ્રેમનો સંગ રાખતા,જીવપર ભોલેનાથની કૃપાથાય.
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.
દુધઅર્ચના શિવલીંગે કરતા,સંગે ૐ નમઃ શિવાય સ્મરાય
અજબ શક્તિ શાળી એ દેવ,અવનીએ સ્મરણથી સમજાય
ગજાનંદ ગણપતિના પિતા,ને માતા પાર્વતીનાએ ભરથાર
પરમકૃપા મળે ભોલેનાથની,જ્યાં અંતરથીજ સ્મરણ થાય
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.
દેહ મળતા અવનીએ જીવને,કર્મબંધનની કેડી મળી જાય
પાવનરાહમળે જીવનેજગે,જ્યાં પ્રેરણા ભક્તિથી થઈજાય
અંતરમાં આનંદ મળે,ને જીવનમાં સત્કર્મોના બંધન થાય
પવિત્રદીવસને પારખીજીવતા,કૃપા ભોલેનાથની થઈજાય
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.

*******************************************

વિદાયની વેળા


.                      . વિદાયની વેળા

તાઃ૭/૨/૨૦૧૬                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી જાવ અને વિદાય થાવ,જે દેહને બંધનથી જકડી જાય
જન્મમળે જીવને માબાપથી,ને મૃત્યુથી  કોઇથીયના છટકાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.
લાગણી મનથી કરેલ જીવનમાં,જીવને સંગાથ આપતી જાય
રામનામનીમાળા જપતા,જીવને પરમાત્માનીકૃપા મળીજાય
માયાના બંધન સ્પર્શે જીવને,જે જગતપર દેહ મળતા દેખાય
અંતરમાંના ઉભરાને છોડતા,અવનીથી  જીવની વિદાય થાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.
જીવનીજ્યોત પ્રગટે અવનીએ,જ્યાં દેહથી સત્કર્મ નિર્મળથાય
ના અપેક્ષા કોઇ મનમાં રાખતા,જીવને ઉજ્વળ રાહ મળી જાય
ભક્તિની છે અજબ શક્તિ જગતમાં,જે સાચી રાહ આપી જાય
વિદાયવેળાએ જલાસાંઇ કૃપાએ,જીવને મુક્તિમાર્ગ મળીજાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.

****************************************************

સુર્યચંદ્ર


.                          . સુર્યચંદ્ર

તાઃ૬/૨/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યચંદ્રની અજબ શક્તિ છે,જે જીવને પાવનરાહ આપી જાય
આગમન વિદાય એ જ્યોત દીવસની,જે સવાર સાંજ કહેવાય
…………અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.
સુર્યદેવનુ આગમન થતાં,અવનીપર પ્રભાત એને કહેવાય
પ્રભાત પારખી  ઉઠી જતાં,જગે દેહને સુર્ય સ્નાન મળી જાય
અજબ  શક્તિ છે એ દેવની,જે પ્રભાતે સ્નાનથીજ મેળવાય
ના દવા દુઆની જરૂર પડે દેહને.જે કુદરતની કૃપા કહેવાય
………….અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.
સંધ્યાકાળની વિદાય થતાં,ચંદ્રદેવનુ આગમન આકાશેથાય
પ્રકાશ પામતા ચંદ્રદેવનો, જીવનમાં શીતળતા આપી જાય
પરકૃપાળુની આ બલિહારી,દીવસ રાતથીજ ઓળખાઈ જાય
મળે કૃપા સુર્યચંદ્રની જીવને,જે પ્રત્યક્ષ દર્શનથીજ મળી જાય
………….અવનીપર છે એ અજબશક્તિ,જે દીવસ અને રાત્રી કહેવાય.

=======================================

આજકાલ


.                     . આજકાલ

તાઃ૫/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ અજબ કસોટી,જે સમયની સીડી એ દેખાય
ઉંમરના બંધન છે દેહને,જે જીવને આજકાલથી પરખાય
……..ના કોઇની તાકાત જગતમાં,કે આ કુદરતી લીલાને આંબી જાય.
મારૂ એ છે મમતાનો સંબંધ,દેહના બંધનથી અનુભવાય
માબાપના સંબંધસંતાનથી,અવનીપર આગમને દેખાય
નિર્મતાએ જીવન જીવતા,આશિર્વાદની વર્ષા વરસી જાય
સાચો સંબંધ છે સંસારનો,આજકાલના સંબંધથીસમજાય
……..ના કોઇની તાકાત જગતમાં,કે આ કુદરતી લીલાને આંબી જાય.
આજને સમજી જીવતા જીવનમાં,આવતીકાલ સુધરીજાય
ભુતકાળને સમજીને જીવતા,દેહની આજ પવિત્ર થઈજાય
કરેલકર્મ એબંધન જીવના,જીવને અનેકદેહથી બંધનથાય
પવિત્રરાહ પકડીને ચાલતા,દેહની આજ પવિત્ર થઈ જાય
……..ના કોઇની તાકાત જગતમાં,કે આ કુદરતી લીલાને આંબી જાય.

======================================