વર્તન વાણી


.                     .વર્તન વાણી

તાઃ૨/૩/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવન કેડી મળતાં,મળેલ માનવજીવન નિર્મળ થાય વાણી વર્તન સાચવી જીવતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
…………પાવનપ્રેમની કેડીએ જ,સંબંધીઓના સ્નેહની વર્ષા થઇ જાય.
માનવજીવનમાં મળે માનવતા,જ્યાં અપેક્ષાઓ  છોડી દેવાય
હાના હાના ને તોડી નાખતા,જીવનમાં નાકોઇ તકલીફ અથડાય સરળતાનો સહવાસ રાખતાં,પરમાત્માની અજબકૃપા થઈ જાય
નિરાધારનો આધાર બનતા,જીવને મળેલ જન્મ સફળ થઈજાય
…………પાવનપ્રેમની કેડીએ જ,સંબંધીઓના સ્નેહની વર્ષા થઈ જાય.
લાગણી એછે માનવતા એવી,મળેલ માનવજીવનને સ્પર્શી જાય પ્રેમનિખાલસ પકડીચાલતા,જીવનમાં નાઆફતના વાદળદેખાય
આંગણે આવી પ્રભુ કૃપા મળે,એજ જીવની ઉજ્વળ ભક્તિ કહેવાય સરળજીવનની શીતળરાહેજીવતા,સંત જલાસાંઈનીકૃપા થઈજાય …………..પાવનપ્રેમની કેડીએ જ,સંબંધીઓના સ્નેહની વર્ષા થઈ જાય. ==========================================