જન્મદીનની શુભેચ્છા


Image result for navin banker houston

.                 . જન્મદીનની શુભેચ્છા

તાઃ૨/૩/૨૦૧૬                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવદેહ અવનીએ,પરમાત્માની અસીમકૃપા કહેવાય
અવનીપરનુ આગમન ૧૯૪૧માં,આજે ૭૫ વર્ષના થઇ જાય
………….એ મુરબ્બી નવીનભાઈ પર,મિત્રોની શુભેચ્છાની વર્ષા થાય.
અમદાવાદથી આવ્યા અમેરીકા,મળ્યો સંબંધીઓનો સંગાથ
બકુબેનનો પવિત્ર સંગાથ મળતા,મળેલ જન્મ સફળ દેખાય
આજકાલને સમજી ચાલતા,સાહિત્ય સરીતામાં સન્માન થાય
હ્યુસ્ટનના સરસ્વતી સંતાનને,કલમનીકેડીથીસાથ મળીજાય
………….એ મુરબ્બી નવીનભાઈ પર,મિત્રોની શુભેચ્છાની વર્ષા થાય.
પવિત્રરાહ જીવનમાં મળી,જે તેમના માબાપની કૃપાજ કહેવાય
નવીનભાઇના સંગાથથી,હ્યુસ્ટનની સાહિત્યસરીતા વહેતી થાય
કલમ  પકડીને રાહ બતાવે,જે  પ્રદીપને  હૈયે આનંદ  આપી જાય
પ્રાર્થના પરમાત્માને,સુખશાંન્તિ સંગે લાબુ આયુષ્ય મેળવી જાય
………….એ મુરબ્બી નવીનભાઈ પર,મિત્રોની શુભેચ્છાની વર્ષા થાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++
.            .હ્યુસ્ટનમાં કલમની કેડી સંગે આવી હ્યુસ્ટનના સરસ્વતી સંતાનને
સાચી રાહ બતાવી જગતમાં વહેતી કરનાર શ્રી નવીનભાઈ બેંકરનો
આજે  ૭૫મા જન્મદીવસે કલમપ્રેમીઓના પ્રેમ રૂપે આ લખાણ જય જલારામ
સહિત સપ્રેમ ભેંટ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ અને હ્યુસ્ટનના સરસ્વતી સંતાન.