કરૂણાનો સાગર


.                 .કરૂણાનો સાગર

તાઃ૯/૩/૨૦૧૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનને જકડી ચાલતો સમય,ના કોઇથી અવનીપર છટકાય કરૂણા સાગરમાં ડુબકીમારતા,જીવપર પરમાત્માની કૃપા થાય
…………અજબલીલા અવિનાશીની જગતમાં,એ કળીયુગમાં સ્પર્શી જાય.
જગતની આ રામાયણ,અજબશક્તિશાળી રાવણનુ દહનથાય
ના કોઇ માનવી આંબી શકે અવતરણને,એ કર્મબંધન કહેવાય
નિર્મળ જીવનની કેડીએ ચાલતા,જીવ પર કરૂણાની વર્ષા થાય
વર્ષા પ્રેમની જીવને થતા,જ્યાં સંત જલાસાંઇથી રાહ મેળવાય
…………અજબલીલા અવિનાશીની જગતમાં,એ કળીયુગમાં સ્પર્શી જાય.
પ્રેમની પાવન કેડી મળે જીવને,જ્યાં નિખાલસ જીવન જીવાય મળેપ્રેમ સંબંધીઓનો જીવનમાં,ત્યાં મિત્રોના પ્રેમનીવર્ષા થાય
કરૂણા એ છે પ્રેમ નિખાલસ,જે જીવને પવિત્રરાહથી જ મળીજાય
ના કોઇ આશા ના અપેક્ષા જીવની,જે નિર્મળ જીવન આપી જાય
…………અજબલીલા અવિનાશીની જગતમાં,એ કળીયુગમાં સ્પર્શી જાય. ==========================================