મા તારી મમતા


.                 .મા તારી મમતા

તાઃ૧૦/૩/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા તારી નિર્મળ મમતાએ,મારા જીવને ઉજ્વળ રાહ મળી ગઈ
મળ્યો પ્રેમ સંતાનને તારો,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટી ગઈ
……એ નિખાલસ પ્રેમની કૃપા મા,મને જીવનમાં સાચીભક્તિ આપી ગઈ.
મોહ અને માયા નાસ્પર્શી,જે જગતમાં કળીયુગનીરાહ આપે અહીં
માનવતાને સાચવી રાખવા માડી, તારી મને મમતા મળી ગઈ
ઉજ્વળ જીવનની કેડી મળી કૃપાએ,જે નિર્મળ જીવન કરી ગઈ
અખંડશાંન્તિની કૃપા મળતા,મારી જલાસાંઇની ભક્તિ સાચીથઈ
……એ નિખાલસ પ્રેમની કૃપા મા,મને જીવનમાં સાચીભક્તિ આપી ગઈ.
અવનીપર મને દેહ મળ્યો માબાપથી,સંતાન થઈ જગે જીવાય
માબાપના પ્રેમની નિર્મળરાહ મળે જીવને,જે કર્મબંધન કહેવાય
નિર્મળ ભાવે ભક્તિ કરતા જીવનમા,માનવતાય સચવાઈ જાય
અપેક્ષાના વાદળને છોડતા જીવનમાં,નિર્મળ રાહ પણ મળીજાય
……એ નિખાલસ પ્રેમની કૃપાએ મા,મને જીવનમાં સાચીભક્તિ આપી ગઈ.

=========================================