મમતા અને પ્રેમ


.                    .મમતા અને પ્રેમ

તાઃ૧૮/૩/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માની મમતા ને  પ્રેમ પિતાનો,સંતાનને સુખ આપી જાય
માનવતાની  મહેંક પ્રસરતા,જીવનમાં શાંન્તિ મળી જાય
…………કુદરતની અસીમકૃપાને પામતા,નિર્મળ ભક્તિરાહ મેળવાય. કર્મની કેડી જીવને સ્પર્શે,જે મળેલ દેહથી જીવને સમજાય
લાગણી માગણી એ દેહની સીડી,જે સમય સંગે ચાલીજાય
મળે માતાના આશિર્વાદ સંતાનને,પાવનરાહ આપી જાય
પળે પળને  વિચારી ચાલતા,સફળતાના વાદળ છલકાય
…………કુદરતની અસીમકૃપાને પામતા,નિર્મળ ભક્તિરાહ મેળવાય.
જીવને મળેલ માનવદેહ,પિતાના પ્રેમથી સત્કર્મ સહેવાય
ઉજ્વળ જીવનની રાહ લેવા,ભણતરની સાચી કેડી પકડાય
ચીંધેલ આંગળી પિતાની સંતાનને,પાવન પગલાએ દેખાય
મળે મમતા માતાનીને પિતાનોપ્રેમ ઉજ્વળ જીવનકરીજાય
…………કુદરતની અસીમકૃપાને પામતા,નિર્મળ ભક્તિરાહ મેળવાય.

=======================================