જલાજ્યોત


.                       . જલાજ્યોત

તાઃ૨૨/૩/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની જ્યોત મળતા,જીવને પાવનરાહ મળી ગઈ
ભક્તિ માર્ગને પકડી ચાલતા,જીવ પર કૃપા પ્રભુની થઈ
……..અનેક જીવોને અન્ન ખવડાવી,જીવનમાં શાંન્તિ આપી જઈ.
માનવજીવનની મહેંક પ્રસરી,જ્યાં અન્નદાન આપ્યુ જઈ
વિરપુર ગામની પવિત્રભુમી,જગતમાં નામ જ કરી ગઈ
વિરબાઈ માતાની સંસ્કારીરાહ,પરમાત્માને ભડકાવીગઈ
ઝોળી ડંડો મુકી ગયા અવિનાશી,જીવન સાર્થક થયુ ભઈ
…….અનેક જીવોને અન્ન ખવડાવી,જીવનમાં શાંન્તિ આપી જઈ.
પ્રેમ મળ્યો પ્રદીપને જલાસાંઇનો,સુખશાંન્તિ આપી ગઈ
ના અભિમાનની કેડી દેખાઈ,કે ના માગણી જીવનમાં રહી
પાવનકર્મને પકડી ચાલતા,પક્ષીઓની ભાવના પુરી થઈ
અનેક જીવો આવી આંગણે,પ્રભુકૃપાની કેડી આપતા અહી
…….અનેક જીવોને અન્ન ખવડાવી,જીવનમાં શાંન્તિ આપી જઈ.

========================================