પુ.હીરાબાનો જન્મદીવસ


.                   .પુ.હીરાબાનો  જન્મદીવસ

તાઃ૨૬/૩/૨૦૧૬                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળરાહ પકડીને જીવતા,પુ.હિરાબાનો આજે  જન્મદીવસ ઉજવાય
આજકાલની પવિત્રરાહે જીવતા,વ્હાલા બા આજે સો વર્ષના થઈ જાય
…………..ૐ શાંન્તિનો સહવાસ રાખતા,સૌને ભક્તિની રાહ એ ચીંધી જાય.
કૈલાસબેનને આનંદ અનેરો,સંગે મીનાબેન અને અલકાબેન ખુશથાય
આશિર્વાદની કૃપા મમ્મીની,દીકરીઓને જીવનમાં આનંદ આપી જાય
પ્રદીપ રમાને આશિર્વાદ મળે હિરાબાના,જે જીવને ભક્તિરાહદઈજાય
પવિત્રરાહ જીવનમાં પામતા,મળેલ આજન્મ સાર્થક કૃપાએ થઈ જાય
…………..ૐ શાંન્તિનો સહવાસ રાખતા,સૌને ભક્તિની રાહ એ ચીંધી જાય.
સરળ જીવનમાં ભક્તિ સંગે,મા ગાયત્રીની અસીમકૃપા જીવનમાં થાય
ભક્તિભાવથી જીવન જીવતા,સંબંધીઓનો સરળ સ્નેહ પણ મળી જાય
આજકાલને સમજી જીવતા હ્યુસ્ટનમાં,સંતાનો અનંત આનંદપામીજાય
માતા ગાયત્રીને પ્રાર્થના પ્રદીપની,હિરાબાને દિર્ઘાયુ જીવન આપી જાય
…………..ૐ શાંન્તિનો સહવાસ રાખતા,સૌને ભક્તિની રાહ એ ચીંધી જાય.
=============================================
. .પુજ્ય હિરાબાનો આજે  સો મો જન્મદીવસ છે.માતા ગાયત્રીની કૃપા પામી
બા દીર્ઘાયુ જીવન જીવે તે પ્રાર્થના સહિત આ લખાણ બાને જન્મદીનની યાદ રૂપે
ભેંટ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ તરફથી ૐ શાંન્તિ.               તાઃ૨૬મી માર્ચ.