શ્રધ્ધાની સીડી


god.jpg

.               . શ્રધ્ધાની સીડી

તાઃ૨૮/૬/૨૦૧૬                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવન છે કૃપા પરમાત્માની,દેહ મળતા અનુભવાય
જીવની શ્રધ્ધા કેડીજલાસાંઇની,જે પવિત્ર જીવન આપી જાય
………..આગમન વિદાય એ સીડી જીવની,જે ઉંમરથી જ અડી જાય.
મળે જીવને માયા જગતની,જેને કર્મના બંધનથી સમજાય
લાગણી મોહને ફેંકી દેતા જીવને,શ્રધ્ધાની સીડી મળી જાય
અનંત પ્રેમ મળે પરમાત્માનો,જ્યાં  નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને આંબી લેતા જીવનમાં,ના આફત કોઇજ અથડાય
………..આગમન વિદાય એ સીડી જીવની,જે ઉંમરથી જ અડી જાય.
મનથી કરેલ માળા ને તનથી કરેલ ભક્તિ જીવને સ્પર્શી જાય
પળેપળને સાચવે અવિનાશી,જે જીવની મહેંક પ્રસરાવી જાય
ચીંધેલ આંગળી જલાસાંઇની,જીવનેઅનેકનો પ્રેમ આપી જાય
શ્રધ્ધાની સીડી પર ચઢતા,જીવ પર ભક્તિજ્યોત પ્રસરી  જાય
………..આગમન વિદાય એ સીડી જીવની,જે ઉંમરથી જ અડી જાય.
========================================