પકડેલ કેડી


.                      પકડેલ કેડી

તાઃ૩૦/૩/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેડી પકડી પ્રેમની જીવનમાં,સૌનો અનંતપ્રેમ મળી જાય
મુંઝવણને દુર રાખી જીવતા,જીવને પાવનરાહ મળી જાય
……….એ જ નિર્મળપ્રેમની સીડી,જીવને સુખશાંન્તિ આપી જાય.
મનથી કરેલ મહેનતે જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
નાઅપેક્ષા કોઇ મનમાં રાખતા,સરળતાનો સંગ મળી જાય
જ્યોત પ્રેમની જલે જીવનમાં,અનેક સંબંધીઓ મળી જાય
મળી જાય સફળતાની કેડી,જન્મ પાવન જીવન કરી જાય
……….એ જ નિર્મળપ્રેમની સીડી,જીવને સુખશાંન્તિ આપી જાય.
જન્મે જન્મના બંધન સ્પર્શે,જે જીવનમાં પળેપળ સમજાય
જલાસાંઇની નિર્મળ ભક્તિ,જીવને પવિત્રરાહ આપી જાય
નિર્મળ ભક્તિએ પવિત્ર કેડી,જે જન્મમરણને દુર કરીજાય
અવનીપરના આગમન વિદાયને,મુક્તિમાર્ગથીજ છોડાય
……….એ જ નિર્મળપ્રેમની સીડી,જીવને સુખશાંન્તિ આપી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++

કસોટી પ્રેમની


Mataji krupa

.                     .કસોટી પ્રેમની

તાઃ૩૦/૩/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા પ્રેમની કસોટી,ના જગતમાં કોઇથી થાય
શ્રધ્ધા રાખી આંગળી પકડતાં,પાવનરાહ મળી જાય
………કૃપા મળે મા તારી જીવને,જ્યાં સવાર સાંજ પુંજન થાય.
અનેક સ્વરૂપ મા તારા જગતમાં,શ્રધ્ધાએ દર્શન થાય
પાવનરાહ પકડી ચાલતા,મા તારા પ્રેમની કૃપા થાય
સતત સ્મરણ મા તારૂ કરતા,જગે સૌનોપ્રેમ મળી જાય
અનંત શાંન્તિની કેડી મળે,જ્યાં માડીનુ આગમન થાય
………કૃપા મળે મા તારી જીવને,જ્યાં સવાર સાંજ પુંજન થાય.
પ્રેમથી માને વંદનકરતા,જીવને શ્રધ્ધાનીરાહ મળીજાય
ના અપેક્ષાની રાહ મળે,કે ના કોઇ આપત્તીય આવી જાય
સરળ જીવનનીજ્યોત પ્રગટે,ત્યાં મળેલ જન્મસાર્થકથાય
માડી તારી સાચી ભક્તિએ,સંતાનનુ જીવન ઉજ્વળ થાય
………કૃપા મળે મા તારી જીવને,જ્યાં સવાર સાંજ પુંજન થાય.

======================================