પેટ કરાવે વેઠ


.                    . પેટ કરાવે વેઠ

તાઃ૪/૫/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની  જ્યોત પ્રગટે,જ્યાં અપેક્ષાઓ ભગાડી જવાય
માનવજીવનની સાર્થકતા,જગતમાં વર્તનથી મળીજાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
ભોજન અને ભજન એ દેહને સ્પર્શે,ના કોઇથીય છટકાય
શ્રધ્ધા રાખીને પગલુ ભરતા,કુદરતની કૃપાજ મળી જાય
મોહરાખીને ભોજન કરતા,પેટનેઅંતે એ વેઠ કરાવી જાય
પાચનની જ્યાં તકલીફ વળગે,ત્યાં ના કોઇથીય  બચાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
કળીયુગની આ કેડીમાં જીવતા,ના ભજન શ્રધ્ધાએ થાય
કર્મ કરેલા દેહને સ્પર્શે જીવનમાં,જે દેખાવથી ઓળખાય
ભજન કરતા તાલી પાડીને,ભોજનની રાહ પણ જોવાય
સમય પકડીને પહોંચી જતા,અપેક્ષાઓને પકડી જવાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.

=======================================