શાંન્તિ


.                           .શાંન્તિ

તાઃ૬/૫/૨૦૧૬                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમને જીવને,દેહ થકી અનુભવો ઓળખાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે જીવને કર્મ થતા સમજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળેલ દેહ  કર્મને સ્પર્શે,જે અવનીપર આગમને દેખાય
માનવ જીવન મળતા જીવને,જગત પર કર્મને સમજી શકાય
પરમાત્માની અસીમ કૃપાએજ,જીવને  ભક્તિમાર્ગ મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જલાસાંઈની ભક્તિરાહ મેળવાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળે શાંન્તિ જીવનમાં,જે  નિર્મળ ભક્તિએજ મેળવાય
મનથીકરેલ નિર્મળભક્તિ,જીવે સુખશાંન્તિનો સંગ મળી જાય
માનવ જીવનની મહેંક પ્રસરે,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
મળેશાંન્તિનોસહવાસ જીવને,જ્યાં આંગણે પ્રભુકૃપાઆવીજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.

===========================================