સર્જનહાર


.                       .સર્જનહાર

તાઃ૧૬/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેક પ્રસરે,જ્યાં જીવનમાં નિર્મળતા સહેવાય
માનવદેહ એજ સર્જનહારની કૃપા,જીવને કર્મ થકી સમજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
દેહ મળતા જીવને અવનીપર,સરળ કેડીનો સંગ મળી જાય
ધર્મ કર્મ એ જગતની સીડી,જીવને મળેલ રાહથી સમજાય
શ્રધ્ધા રાખી પવિત્રરાહને પામવા,કળીયુગથી દુર રહેવાય
નાઅપેક્ષા કે નાકોઇ આશા રાખતા,નિર્મળ ભક્તિ પ્રેમે થાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
મળેલ દેહ એ છે સંબંધ કર્મના,જ્યાં માબાપથી દેહ મેળવાય
કુટુંબ કેરી સીડીએ ચઢતા,દેહના સંબંધ જીવને મળતા  જાય
કર્મના બંધનને દુર કરવા,સાચા સંતની ભક્તિરાહ મેળવાય
જલાસાંઇની ભક્તિરાહ પકડતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.

=======================================

Advertisements