ભક્તિસાગર


.                      .ભક્તિસાગર

તાઃ૧૮/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા છે પરમાત્માની,જગતમાં અનુભવોથી સમજાય
અનેક દેહ મળેલા જીવને,જે કર્મની કેડીના બંધને મેળવાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવની જ્યોત પ્રગટાવી જાય
શ્રધ્ધારાખીને  પકડેલ ભક્તિરાહ,અનુભવથી ઓળખાઇ જાય
પ્રેમ મળે પરમાત્માનો જીવને,જે ભક્તિસાગરને તરાવી જાય
સાચીભક્તિ નિખાલસ ભાવનાએ કરતા,પાવનરાહ મળીજાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
પ્રાર્થના પરમાત્માને કરતા,જીવનમાં  ના કોઇ અપેક્ષા રખાય
સાચીરાહ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિરાહે સેવા થાય
ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહ રાખતા,પવિત્ર કર્મો થઈ જાય
મળેકૃપા પરમાત્માની જીવને,જે મળેલ જન્મ સાર્થકકરી જાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.

========================================