પાપડીયો પ્રેમ


.                    .પાપડીયો પ્રેમ

તાઃ૨૭/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી લીધો પ્રેમ પારખી,ત્યાં જ સવાર સુધરી ગઈ
માનવજીવનની પાવનકેડી,જન્મ સફળ કરશે અહીં
………એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
પ્રેમની સાંકળ એજ કૃપા પ્રભુની,જે જીવને સ્પર્શે જઈ
મળતી માયામોહને તોડતી,પાપડીયો પ્રેમ થયો અહીં
દેખાવની કેડી કળીયુગ આપે,ના કોઇને એ  છોડે ભઈ
અપેક્ષાનાવાદળતોડવા,જલાસાંઇની રાહે ચાલો અહીં
……..એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
અભિમાનનાવાદળ ના સ્પર્શે,જ્યાં અપેક્ષાને તોડો અહીં
મનથીરાખેલ શ્રધ્ધા આવશે,આંગણે તમે જ્યાં ઉભા ભઈ
નિર્મળતાનો સંગ મળશે જીવને,પવિત્રરાહ આપશે અહીં
પાપડીયા પ્રેમને પારખી લેતાજ,ના આફત આવશે ભઈ
……..એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.

+++++++++++++++++++++++++++++++++++++