ઉમંગને આવકાર


.                     ઉમંગને આવકાર

 તાઃ૩૧/૫/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંબંધ પ્રેમ ને ઉમંગનીકેડી,માનવજીવનને સ્પર્શી જાય
અંતરની અભિલાષાને છોડતા,પાવનરાહ પકડાઇ જાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
જીવન એ છે જકડેલી સાંકળ,જે અનુભવથી ઓળખાય
કર્મની નિર્મળકેડી સ્પર્શે જીવને,એમાનવતા આપીજાય
કુદરતની આછે અપારલીલા,જગતમાં સમયે સમજાય
માનવદેહ મળે અવનીએ,જીવને ભક્તિએ અનુભવાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
કર્મબંધને જન્મ મળે છે જીવને,માબાપની કૃપા કહેવાય
અવનીપરના આગમનને સમજતા,પ્રેમે પગલા ભરાય
સમયને સાચવીને ચાલવા,સાચી નિર્મળ ભક્તિજ થાય
સંત જલાસાંઇની ચિંધેલ ભક્તિ,માનવતાને સ્પર્શીજાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++