ભક્તિસાગર


.                      .ભક્તિસાગર

તાઃ૧૮/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા છે પરમાત્માની,જગતમાં અનુભવોથી સમજાય
અનેક દેહ મળેલા જીવને,જે કર્મની કેડીના બંધને મેળવાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવની જ્યોત પ્રગટાવી જાય
શ્રધ્ધારાખીને  પકડેલ ભક્તિરાહ,અનુભવથી ઓળખાઇ જાય
પ્રેમ મળે પરમાત્માનો જીવને,જે ભક્તિસાગરને તરાવી જાય
સાચીભક્તિ નિખાલસ ભાવનાએ કરતા,પાવનરાહ મળીજાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
પ્રાર્થના પરમાત્માને કરતા,જીવનમાં  ના કોઇ અપેક્ષા રખાય
સાચીરાહ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિરાહે સેવા થાય
ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહ રાખતા,પવિત્ર કર્મો થઈ જાય
મળેકૃપા પરમાત્માની જીવને,જે મળેલ જન્મ સાર્થકકરી જાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.

========================================

Advertisements

સર્જનહાર


.                       .સર્જનહાર

તાઃ૧૬/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેક પ્રસરે,જ્યાં જીવનમાં નિર્મળતા સહેવાય
માનવદેહ એજ સર્જનહારની કૃપા,જીવને કર્મ થકી સમજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
દેહ મળતા જીવને અવનીપર,સરળ કેડીનો સંગ મળી જાય
ધર્મ કર્મ એ જગતની સીડી,જીવને મળેલ રાહથી સમજાય
શ્રધ્ધા રાખી પવિત્રરાહને પામવા,કળીયુગથી દુર રહેવાય
નાઅપેક્ષા કે નાકોઇ આશા રાખતા,નિર્મળ ભક્તિ પ્રેમે થાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
મળેલ દેહ એ છે સંબંધ કર્મના,જ્યાં માબાપથી દેહ મેળવાય
કુટુંબ કેરી સીડીએ ચઢતા,દેહના સંબંધ જીવને મળતા  જાય
કર્મના બંધનને દુર કરવા,સાચા સંતની ભક્તિરાહ મેળવાય
જલાસાંઇની ભક્તિરાહ પકડતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.

=======================================

શાંન્તિ


.                           .શાંન્તિ

તાઃ૬/૫/૨૦૧૬                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમને જીવને,દેહ થકી અનુભવો ઓળખાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે જીવને કર્મ થતા સમજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળેલ દેહ  કર્મને સ્પર્શે,જે અવનીપર આગમને દેખાય
માનવ જીવન મળતા જીવને,જગત પર કર્મને સમજી શકાય
પરમાત્માની અસીમ કૃપાએજ,જીવને  ભક્તિમાર્ગ મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જલાસાંઈની ભક્તિરાહ મેળવાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળે શાંન્તિ જીવનમાં,જે  નિર્મળ ભક્તિએજ મેળવાય
મનથીકરેલ નિર્મળભક્તિ,જીવે સુખશાંન્તિનો સંગ મળી જાય
માનવ જીવનની મહેંક પ્રસરે,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
મળેશાંન્તિનોસહવાસ જીવને,જ્યાં આંગણે પ્રભુકૃપાઆવીજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.

===========================================

પેટ કરાવે વેઠ


.                    . પેટ કરાવે વેઠ

તાઃ૪/૫/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની  જ્યોત પ્રગટે,જ્યાં અપેક્ષાઓ ભગાડી જવાય
માનવજીવનની સાર્થકતા,જગતમાં વર્તનથી મળીજાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
ભોજન અને ભજન એ દેહને સ્પર્શે,ના કોઇથીય છટકાય
શ્રધ્ધા રાખીને પગલુ ભરતા,કુદરતની કૃપાજ મળી જાય
મોહરાખીને ભોજન કરતા,પેટનેઅંતે એ વેઠ કરાવી જાય
પાચનની જ્યાં તકલીફ વળગે,ત્યાં ના કોઇથીય  બચાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
કળીયુગની આ કેડીમાં જીવતા,ના ભજન શ્રધ્ધાએ થાય
કર્મ કરેલા દેહને સ્પર્શે જીવનમાં,જે દેખાવથી ઓળખાય
ભજન કરતા તાલી પાડીને,ભોજનની રાહ પણ જોવાય
સમય પકડીને પહોંચી જતા,અપેક્ષાઓને પકડી જવાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.

=======================================

જય ગુજરાત


jay

.               . જય ગુજરાત

તાઃ૧/૫/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતદેશની શાન છે ગુજરાતી,જગતમાં માન મેળવી જાય
એવા ગુજરાતીઓની કર્મભુમીનો,આજે ગુજરાત ડે ઉજવાય
………..પ્રેમથી બોલો જય ગરવી ગુજરાત,જગતમાં એ પ્રસરી જાય.
ગુજરાતીઓની અજબ શક્તિ છે,જે તેમના વર્તનથી દેખાય
ભારતદેશની શાન છે ગુજરાતી,જે વડાપ્રધાનથી ઓળખાય
આઝાદીની શાન હતા ગુજરાતીઓ,જે અંગ્રેજોને ભગાડીજાય
શ્રધ્ધા રાખી મહેનત કરતા,ગુજરાતીઓ જગતમાં મળી જાય
………..પ્રેમથી બોલો જય ગરવી ગુજરાત,જગતમાં એ પ્રસરી જાય.
આંગણે આવી શાન મળે,એ જ ગુજરાતીની લાયકાત કહેવાય
ભગાડે દેખાવ લઈ આવતાને,જ્યાં સાચી સદબુધ્ધી મેળવાય
મનમાં પવિત્રપ્રેમને રાખી,સંબંધીઓને અનંત આનંદદઈ જાય
જગતને ઉજ્વળકેડી બતાવી,મળેલમાનવજન્મ સફળ કરી જાય
………..પ્રેમથી બોલો જય ગરવી ગુજરાત,જગતમાં એ પ્રસરી જાય.

*****************************************************

………..ગુજરાતના સ્થાપના દીનની યાદ રૂપે સપ્રેમ ભેંટ……….