મનની માગણી


.                     . મનની માગણી

તાઃ૧૦/૬/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમપ્રેમની કૃપા મળે જીવનમાં,ના માગણી કોઇ હોય
આવી આંગણે નિખાલસસ્નેહ મળે,જીવન ઉજ્વળ થાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
જન્મ મરણના બંધન જીવને,કરેલ કર્મથી જ મળી જાય
માનવતાને પારખી લેવા,જીવનમાં નિર્મળ ભક્તિ થાય
અપેક્ષાના વાદળ તો ઘુમે અવનીએ,સમયે સ્પર્શી જાય
મળે મોહમાયાના બંધન,જે કળીયુગની ચાદર કહેવાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
પવિત્રપ્રેમ મળે સંબંધીઓનો,જેમાં નાઅપેક્ષા અડીજાય
નાકોઇ માગણી પ્રેમનીરહે,કે નામાનવીના વર્તને દેખાય
સરળ જીવન નિર્મળ રાહે જીવતા,જલાસાંઇની કૃપા થાય
એજ  સ્પર્શે જીવના બંધનને,જન્મમરણથી દુર લઈ જાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.

=+++++++++++++++++++++++++++++++++++++=

Advertisements