. પરમાત્માનો પ્રેમ
તાઃ૨૩/૭/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવની જ્યોત પ્રગટે જગતમાં.જ્યાં નિર્મળ પ્રેમથી જીવાય
મળે પ્રેમની ગંગા જીવને,જ્યાં પરમાત્માનો પ્રેમ મળી જાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
ભક્તિ રાહ અનેક અવનીએ,કુદરતની અસીમ લીલા કહેવાય
દેખાવની દુનીયાને છોડતા,મળેલ જીવને રાહસાચી મળીજાય
ના માગણી પરમાત્માથી મંગાય,કે નાકોઇ ખોટી રાહ મેળવાય
મળે પ્રેમની કૃપા જલાસાંઇની,જે જીવનમાં શાંન્તિ આપી જાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
માનવજીવનની મહેંક પ્રસરતા,અનેક જીવોનો પ્રેમ મળી જાય
નાઅપેક્ષા મનમાં કોઇ રહે,કે નાજીવને કોઇ આફત સ્પર્શી જાય
આંગણેઆવી પુંજા કરતા,પાવનકર્મ સંતજલાસાંઇ આપી જાય
અનંત શાંન્તિ મળે અર્ચનાએ,જ્યાં સુર્યનારાયણના દર્શન થાય
…………એજ મળેલ દેહને અવનીએ,પાવનરાહે જીવ મુક્તિએ દોરાય.
=========================================
Filed under: ભક્તિ કાવ્યો | Leave a comment »