શ્રી ગજાનંદ ગણપતિ


.             .શ્રી ગજાનંદ ગણપતિ

Gapadada.

તાઃ૯/૮/૨૦૧૬              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત પ્રેમ મળે માતા પાર્વતીનો,એ ગજાનંદ કહેવાય
પિતા ભોલેનાથની કૃપા મળતા,જગતમાં એ ઓળખાય
…….. એજ જગતના પાલનહારી,સિધ્ધીવિનાયક પણ કહેવાય.
જગતપિતા છે ભોલેનાથજી,જીવને પાવનરાહ આપીજાય
ના કોઇ અપેક્ષા જીવની રહે,જે  અવનીએ દેહથી દેખાય
અજબ શક્તિશાળી દેવ છે,જે કર્મનાબંધનથીજ સમજાય
મનથી કરેલ ભક્તિ પુંજાએજ,શ્રી ગણપતીની કૃપા થાય
……… એજ જગતના પાલનહારી,સિધ્ધીવિનાયક પણ કહેવાય.
શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,જીવપર અસીમકૃપા થાય
પાવનરાહ મળતા જીવને,જીવનમાં સદમાર્ગ મળી જાય
અનંતપ્રેમની વર્ષાએ,જગતપિતા ભોલેનાથની કૃપા થાય
મુક્તિમાર્ગની રાહે જીવને,અવનીએ જન્મસફળ કરી જાય
…… એજ જગતના પાલનહારી,સિધ્ધીવિનાયક પણકહેવાય.

+++++++++++++++++++++++++++++++++++++++