શ્રી ભોલેનાથ


.                      .શ્રી ભોલેનાથ

…….Shiv Bhole……

તાઃ૧૦/૮/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાનો પ્રેમ મળે ભક્તિથી,અજબ શક્તિ ધારી કહેવાય
મા પાર્વતીની નિર્મળકેડીએ,ગજાનંદની કૃપા અવનીએ થાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની  કૃપા થાય.
જીવનમાં ભક્તિની જ્યોત પ્રગટે,જ્યાં નિર્મળભાવે પુંજા થાય
પરમ કૃપાળુ છે ભોલેનાથ અવનીએ,જે અનેક રૂપે  ઓળખાય
મળે પ્રેમ ભોલે શિવશંકરનો,જ્યાં શિવલીંગે દુધ અર્ચના થાય
પ્રેમભાવે સોમવારે શ્રધ્ધાથી,ભોલેનાથના ચરણે વંદન થાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની  કૃપા થાય.
પુત્ર કાર્તિકના એ વ્હાલા પિતા,ને શ્રી ગણપતિના તારણહાર
મા પાર્વતીના આ સંતાનો,પિતા ભોલેનાથના પ્રેમે મેળવાય
અજબ શક્તિશાળી સ્વરૂપ પ્રભુના,ૐ નમઃશિવાયથી ભજાય
મળે જીવને માર્ગ મુક્તિનો,જે જીવના જન્મમરણ છોડી જાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની  કૃપા થાય.

==========================================