ભાઈબહેન


Dipal Ravi

.                        . ભાઈબહેન

તાઃ૧૭/૮/૨૦૧૬              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવના જગતપરના છે બંધન,એજ કર્મ બંધન કહેવાય
મળે માબાપનો સંબંધ જીવને,અવનીએ દેહ આપી જાય
………..મળેલદેહના વર્તનથી જગતમાં,માનવતા સ્પર્શી જાય.
ભાઈબહેનનો સંબંધ જીવને,માબાપની કૃપાએ મળી જાય
અવનીપરના આગમનથી,દેહનુ સંસારી જીવન કહેવાય
મળે સંતાનને સુખ માબાપથી,દેહના વર્તનથીમળી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા,સગા સંબંધીઓય હરખાય
………..મળેલદેહના વર્તનથી જગતમાં,માનવતા સ્પર્શી જાય.
ભાઈબહેનનો નિર્મળપ્રેમ,જે રક્ષાબંધન પ્રસંગથી દેખાય
આવે બહેન દોડીને આંગણે,હાથમાં પવિત્રરાખડી લવાય
રક્ષાબંધનએ પવિત્રપ્રસંગ,જે ભાઈની પ્રીતને પકડીજાય
બાથમાં લઈને ભાઈને વ્હાલ કરે,જે નિર્મળપ્રેમ જ કહેવાય
………..મળેલદેહના વર્તનથી જગતમાં,માનવતા સ્પર્શી જાય.

======================================