જન્માષ્ટમી પર્વ


Image result for શ્રી કૃષ્ણ

 .                    જન્માષ્ટમી પર્વ  

તાઃ૨૫/૮/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણના સતત સ્મરણથી જીવને શાંન્તિ થઈ
પવિત્રદેહ અવનીએ આવતા,જન્માષ્ટમી ઉજવાઈ અહીં
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
બાળપણનેએ પકડીચાલતા,બાળગોપાળ કહેવાતા અહીં
અસીમકૃપા માતાની મળતા,જગતમાં ઓળખાણ થઈ
રાધામાતાનોપ્રેમ પારખતા,શ્રીરાધેકૃષ્ણથી ભક્તિ થઈ
અજબ શક્તિ ભક્તિની,જે અનેક જીવોને મળતી થઈ
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
દેવકીનંદનની પહેચાન દ્વારકામાં,જગતમાં પ્રસરી ગઈ
પરમાત્માની એજ લીલા,જે દેહના વર્તનથી મળીગઈ
સુખસાગરની વર્ષા જીવે થતાં,જન્મ સફળ થયો ભઈ
પવિત્રદીવસને પ્રેમેભજતાં,જીવનમાં શાંન્તિમળી ગઈ
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
=============================================
જન્માષ્ટમીના પવિત્ર દીવસે ભગવાન શ્રી કૃષ્ણને અમેરીકન ભાષામાં હેપ્પી બર્થડે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર ના વંદન સહિત જય શ્રીકૃષ્ણ.