પરમપ્રેમ


.                      .પરમપ્રેમ

તાઃ૨૯/૮/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં પ્રેમઅનેરો,જે સમય સાચવતા પરખાય
અંતરથી મળેલ પ્રેમ સાચો,અનુભવે પરમપ્રેમ કહેવાય
………..એજ કૃપા પરમાત્માની,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
સંબંધની સાંકળ એ જીવનીકેડી,જે કર્મજન્મથી બંધાય
મળે માનવદેહ જીવને અવનીએ,જે સમજણે પરખાય
અનેકદેહના બંધનછે જીવોને,જે આગમનથી સમજાય
સમય ના પકડાય કોઇ જીવથી,પ્રભુકૃપાએજ મેળવાય
………..એજ કૃપા પરમાત્માની,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
લાગણી મોહ જકડે જીવને,અવનીએ દેહ મળતા દેખાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,કે કોઇ જીવથીછટકાય
ભક્તિરાહ મળે જીવને,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
મળેલ જન્મને સાર્થકકરતા,જીવને પરમપ્રેમ મળી જાય
………..એજ કૃપા પરમાત્માની,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.

========================================