સમયની સાંકળ


                       સમયની સાંકળ      

saakaLa

તાઃ૨૨/૭/૨૦૧૬                       લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)

પેટલાદ તાલુકાના નાર ગામના મુખી શ્રી મોહનલાલની આજે ૯૪ વર્ષની ઉંમર થઈ તો પણ તેઓ દરરોજ  સંત પુજ્ય જલારામબાપા અને સાંઈબાબાના મંદીરે ચાલીને જાય છે. હા હાથમાં લાકડી રાખવી પડે છે આજ પરમાત્માની કૃપા અને માતાનો પ્રેમ જે સતત મળ્યો છે અને તે પ્રત્યક્ષ દેખાય છે. તેમની પત્ની મણીબેન પણ સારી રીતે જીવી રહ્યા છે  તેમની ઉંમર પણ  આજે ૯૧ વર્ષની થઈ. તેમને ત્રણ સંતાન હતા.મોટા દીકરા વિનોદે ગામમાં ગ્રોસરીની દુકાન કરી હતી બીજી દીકરી સરસ્વતી ભણતરની લાઈન પર ચાલી હતી અને નાનો દીકરો રાહુલ એન્જીનીયરનુ ભણ્યો હતો. આમ તેમના જીવનમાં પ્રભુ કૃપાએ શાંન્તિ મળી ગઈ હતી.

ત્રણેય સંતાન પરમાત્માની કૃપાએ ઉજ્વળ જીવન જીવી રહ્યા હતા જીવનમાં સંસ્કાર અને સંબંધ સાચવી રહેલા જોઇ માબાપને ખુબજ સંતોષ હતો. મોટા દીકરાએ ભણતર સાચવેલ પણ માબાપની સાથે રહીને જીવાય અને તેમની સેવા થાય તો સમાજમાં પણ માન સંન્માન સચવાય. તેના લગ્ન પણ પિતાના એક જુના મિત્ર જે હાલ વડોદરા રહે છે તેમના નાના ભાઈ છગનભાઈની દીકરી  નિર્મળાની સાથે થયા અને તે પણ અહીં સાસુ સસરાની સેવા કરી પવિત્ર રાહ જીવી રહી છે. મોહનલાલને અને મણીબેનને પોતાના સંતાનના વર્તનથી ખુબજ શાંન્તિ હતી અને એટલે  તેમને શરીરની આવકની કે કોઇ માગણીની જરૂર પણ પડતી ન હતી. એજ તેમની નિર્મળ અને સાચી ભક્તિનુ ફળ મળ્યુ છે. નાનો દીકરો રાહુલ પણ સારા ભણતરને કારણે આણંદમાં સરકારના બાંધકામમાં નોકરી મળી જતાં મનને અને માબાપને શાંન્તિ મળી ગઈ હતી.

મળેલ જીવનની જ્યોત ક્યારે પ્રગટે કે જ્યારે સમયની સાથે ચાલી તન અને મનથી મહેનત કરતા પરમાત્માની કૃપાથાય અને તેનો અનુભવ થાય. માબાપને ત્યારે શાંન્તિ મળે કે જ્યારે સંતાન સાચા માર્ગે ચાલે. મોહનલાલની દીકરી તેને મળેલ નામને સાર્થક કરી જીવનની જ્યોત પ્રગટાવી રહી હતી. તેને ભણતરને કારણે ઓફીસમાં કામ મળતા  સરકારી કચેરીમાં કામ કરતી હતી. સમય આવતા મમ્મી મણીબેનના કાકાના સાસરી પક્ષના સગામાં એક દીકરો રાકેશ જે ભણતરનો ઉપયોગ કરી અમેરીકાની કંપનીમાં ઓફીસમાં તક મળતા અમેરીકા આવી ગયો હતો અને પરમાત્માની કૃપાએ તેના માબાપને ત્યાં બોલાવી લીધા હતા. તો તેઓની સામેથી લગ્ન માટેની વાત કરી અને સમય પ્રમાણે  દીકરી સરસ્વતીના લગ્ન પણ થઈ ગયા. લગ્નના ત્રણ વર્ષ પછી તે અમેરીકા આવી ગઈ. શરૂઆતમાં તેને થોડી મહેનત કરવી પડી પણ બે વર્ષ અમેરીકામાં ભણતર કરતા તેને ઓફીસમાં જ નોકરી મળી ગઈ. સમયસર સવારે ઉઠી નાહી ધોઇ ભગવાનની સેવા કરી ચા નાસ્તો તૈયાર કરી અને નોકરીએ જવા નીકળી જતી હતી. તેના વર્તનથી રાકેશને પણ શાંન્તિ હતી.  અમેરીકામાં કાયમ કોઈને મળાય નહીં ક્યાં તો કોઇ પ્રસંગમાં કે પછી મંદીરમાં શનિ અને રવિવારે જઈ આપણા દેશીઓને મળાય નહીં તો આદેશમાં કોઇની પાસે સમય નથી. એક વખત રાકેશના મિત્રનો જન્મ દીવસ હતો તો તે નિમિત્તે પાર્ટી રાખી હતી.તો આમંત્રણ મળતા મમ્મી પપ્પા અને સરસ્વતીને લઈ તેને ત્યાં જવાનુ હતુ. તો સરસ્વતીને તેના સાસુ કહે આજે આપણે પ્રસંગમાં જવાનુ છે તો તુ અમેરીકામાં છુ તો પેન્ટ પહેરી સાથે આવજે નહીં તો અમારુ ખરાબ દેખાશે. સરસ્વતીને ખોટુ લાગ્યુ કારણ તેણે કદી પેન્ટ કે શર્ટ પહેર્યા ન હતા.એક સ્ત્રી તરીકે સંસ્કાર સાચવી જલાસાંઇની કૃપાથી પવિત્ર જીવન જીવી રહી હતી. તેણે સ્ત્રીના કપડા જ પહેર્યા મોં પર લીપ્સ્ટીક કે લાલી પણ ન હતી કરી,હા કપાળે ચાંલ્લો કરીને જ સંસ્કાર સાચવ્યા.તેણે સાસુ સસરાની ખોટી અપેક્ષાની વાત તેના પતિને ના કહી પોતાના મોંને બંધ રાખ્યુ. જન્મદીન નિમિત્તે કૅક કાપ્યા બાદ નાસ્તાના સમયે ચા નાસ્તો અને અમેરીકાને કારણે બીયર અને મીટ પણ મુકવામાં આવ્યુ. બધા હેપ્પી બર્થડે બોલ્યા બાદ નાસ્તો કરવા બેઠા રાકેશના પપ્પા પણ બીયર પીવા બેઠા સરસ્વતી કાંઇજ બોલ્યા વગર રાકેશની સાથે જ બેઠી.રાકેશે તેના પપ્પાને દારૂ પિતા જોયા તેને દુઃખ થયુ પણ સરસ્વતીએ મોં પર આંગળી રાખી તેને બતાવ્યુ કે કાંઇજ બોલવુ નહીં નહીં તો તેના માબાપ વધારે હોશિયારી મારશે. કારણ આ ભારત નથી આતો અમેરીકા દેશ છે જે દુનીયામાં દેખાવને પ્રસરાવી રહેલ છે.

સમયની ગાડી ધીમે ધીમે ચાલતી હોય છે પણ આપણે પરમાત્માની કૃપા મેળવી જીવન જીવીએ તો શાંન્તિ મળે વડીલોના આશિર્વાદ મળે અને યોગ્ય સાથ પણ મળે. સરસ્વતીના કાકાના  દીકરાની દીકરીનુ લગ્ન હતુ. ભારતથી સમયસર કંકોત્રી આવતા રાકેશ અને સરસ્વતી લગ્ન માટે આવવાના હતા. નોકરી પર રજા મુકી બંન્ને એક મહીના માટે ભારત આવવાની ગોઠવણ કરી. તેના મમ્મી પપ્પા રાકેશને કહે કે ત્યાં પ્રસંગમાં યોગ્ય રીતે બધુ કરજે જેમાં આપણુ ખરાબ ના દેખાય તે ધ્યાન રાખજે.રાકેશ અને સરસ્વતી તેના બંન્ને સંતાનને અહીં રાખી અને ભારત જવા નીકળ્યા તેમને એક દીકરો અને એક દીકરી હતી.દીકરો મનોજ કૉલેજના પહેલા વર્ષમાં હતો અને દીકરી સ્મીતા દશમા ધોરણમાં હતી અને તેમની સ્કુલો ચાલુ હતી એટલે આ બંન્ને એકલા ગયા.લગ્નના બે દીવસ પહેલા સરસ્વતીના કાકાએ ઘેર જમવા બોલાવ્યા સરસ્વતીને લાડવા અને જલેબી બહું જ ભાવે તેથી કાકાએ આ ગોઠવણ કરી હતી. પપ્પા મમ્મી સાથે આ બંન્ને કાકાને ત્યાં ગયા.ઘરમાં પેસતા જ કાકા કાકીને બંન્ને પગે લાગ્યા. કાકા કાકી બહું જ ખુશ થયા કારણ અમેરીકાથી આવેલ આ રીતે સંસ્કાર સાચવે તેથી ઘણો જ આનંદ થયો  અને પ્રેમથી બાથમાં લઈ આશિર્વાદ આપ્યા.ઘણોજ સુંદર પ્રસંગ ગયો.કાકાએ સરસ્વતીને કાંઇ કહે તે પહેલા મોં પર હાથ રાખી કાકાને કહે બોલશો નહીં આ જે કાંઇ છે તે વડીલોના આશિર્વાદ અને જલાસાંઇની કૃપા જ છે.  લગ્ન પ્રસંગે સરસ્વતીએ દીકરીને સોનાની ચેઇન આપી અને તેના પતિએ જમાઈને ઘડીયાર આપ્યુ અને એક હજાર રૂપીયા ભેંટ આપ્યા.ત્યારે કાકા કહે બેટા આટ્લુ બધુ ના હોય ત્યારે ત્યારે સરસ્વતી ફરી મોં પર હાથમુકી કહે કાકા બોલશો નહીં આતો પ્રેમ અને પ્રસંગ છે.

 

———————————————————————

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: