ભક્તિનો ભંડાર


.                    . ભક્તિનો ભંડાર

તાઃ૨૬/૯/૨૦૧૬     (ન્યુયોર્ક)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો ભંડાર લઈ જીવતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
અજબલીલા અવિનાશીની લેતા,મળેલ જન્મ સફળ થઈ જાય
………..એજ કૃપા જલાસાંઇની,જે મળેલ માનવજીવન મહેંકાવી જાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતાં,જીવ પર પરમાત્માની કૃપા થાય
નાઅપેક્ષા કે કોઇમાગણી રાખતા,ઉજ્વળ જીવનરાહ મળીજાય
કરેલ કર્મ જીવનમાં સ્પર્શે, ત્યાંજ અનંતપ્રેમની વર્ષા થઈ જાય
લાગણી મોહ ના જીવને કદી સ્પર્શે,એજ  પવિત્રરાહ આપી જાય
………..એજ કૃપા જલાસાંઇની,જે મળેલ માનવજીવન મહેંકાવી જાય.
અનેક જીવોને ભોજનદેતા,જીવનમાં ભક્તિભંડાર છલકાઈ જાય
માનવજીવનને સાર્થક કરવા,નાકોઈ ભેદભાવ જીવનમાં રખાય
જીવની જ્યોત પ્રગટતા અવનીએ,મળેલ જન્મ સાર્થક થઈજાય
વિદાય લેતા અવનીથી જીવને,જન્મ મરણના બંધન છુટી જાય
………..એજ કૃપા જલાસાંઇની,જે મળેલ માનવજીવન મહેંકાવી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++