સંબંધ મળે


.                    . સંબંધ મળે

તાઃ૫/૧૦/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધન જીવને,ના કોઇ  જીવથી છટકાય
અવનીપરના એજબંધન,જે જીવને સદાય જકડી જાય
…………પરમાત્માની આ અદભુતલીલા,કર્મબંધને મેળવાય.
દેહ મળે અવનીએ  જીવને,જે માબાપના પ્રેમે મેળવાય
કર્મની નિર્મળ કેડીએ જીવતા,સુખ શાંન્તિનો  સંગ થાય
ના કોઇ માગણી જીવની રહેતાજ,પાવનરાહ  મળી જાય
અવનીપર આનંદનીવર્ષાએ,જીવથી અનંતપ્રેમ લેવાય
…………પરમાત્માની આ અદભુતલીલા,કર્મબંધને મેળવાય.
મળે દેહ માનવીનો જીવને,ત્યાં સમજણની રાહ મળી જાય
દેહ મળે જ્યાં પશુપક્ષીનો,ત્યાં નિરાધાર જીવન બની જાય
દેહને જકડે સમયના બંધન,જે દેહને મૃત્યુ મળતા સમજાય
પ્રેમમળે સંતજલાસાંઇનો શ્રધ્ધાએ,જે મુક્તિમાર્ગે દોરી જાય
………….પરમાત્માની આ અદભુતલીલા,કર્મબંધને મેળવાય.

=======================================

Advertisements