અવિનાશીની કૃપા


                                અવિનાશીની કૃપા       
તાઃ૭/૨/૨૦૧૭                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનરાહની પકડી કેડી જીવનમાં,જ્યાં માબાપની કૃપા થઈ
આશીર્વાદની શીતળ રાહ મળતા,જીવનની જ્યોત પ્રસરી ગઈ
………….એજ કૃપા અવિનાશીની,જીવનમાં પ્રેમાળ રાહ પ્રસરી ગઈ.
લાગણી મોહની માયાને છોડતા,માનવજીવનમાં શાંન્તિ થઈ
કરેલ કર્મને પારખી ચાલતા,જીવનમાં ઉજ્વળતા સ્પર્શી ગઈ
પ્રેમની પાવનરાહે જીવતા,અખંડ પ્રેમની વર્ષા મળતી થઈ
સુખદુઃખની સાંકળને છોડતા,જીવનનીમાનવતા મહેંકતી થઈ
………….એજ કૃપા અવિનાશીની,જીવનમાં પ્રેમાળ રાહ પ્રસરી ગઈ.
જ્યોત પ્રેમની પ્રસરે જીવનમાં,જ્યાં જલાસાંઇની કૃપા થઈ
પવિત્ર કર્મની કેડી મળતાં,જીવને કર્મબંધન ના સ્પર્શે અહીં
જન્મ મરણના બંધન છુટતા,જીવને મુક્તિરાહ મળતી થઈ
અપેક્ષાના વાદળ છોડતાજ,જીવપર પાવનરાહની કૃપા થઈ
………….એજ કૃપા અવિનાશીની,જીવનમાં પ્રેમાળ રાહ પ્રસરી ગઈ.
=========================================