મુક્તિ રાહ


                               મુક્તિ રાહ
તાઃ૨૦/૨/૨૦૧૭                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરતા,હૈયે અનંત આનંદ મળી જાય
સફળતાના સાગરમાં ઘુમતા,મળેલ જીવનનીજ્યોત પ્રગટી જાય
…………એજ કૃપા અવિનાશીની જગતમાં,માનવદેહથી પ્રસરી જાય.
કર્મના બંધન જે સ્પર્શે જીવને,એ મળેલ દેહથી સમજાઈ જાય
માયામોહ એ જકડે છે જીવને,જે અવનીપર સંબંધથી મેળવાય
અજબશક્તિશાળી પરમાત્મા,જીવનમાં નિર્મળ ભક્તિએ સમજાય
ના માગણી માનવીની અવનીએ,જે દેહને આવનજાવને દેખાય
…………એજ કૃપા અવિનાશીની જગતમાં,માનવદેહથી પ્રસરી જાય.
મારુતારુ એ જગતનુ સગપણ,મળેલ દેહનાસંબંધને જકડી જાય
નિર્મળભાવથી ભક્તિ કરતા,જીવપર સંત જલાસાંઈની કૃપાથાય
મળેલ દેહને સાર્થક કરી જગતમાં,સાચી નિર્મળરાહ આપી જાય
નામોહ કે નામાગણી રાખતા,જીવને પવિત્રમુક્તિ રાહ મળીજાય
…………એજ કૃપા અવિનાશીની જગતમાં,માનવદેહથી પ્રસરી જાય.
===========================================

Advertisements