હર હર મહાદેવ


.                          હર હર મહાદેવ

તાઃ૨૩/૨/૨૦૧૭                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમ બમ ભોલે મહાદેવ સંગ,હર હર મહાદેવનુ સ્મરણ થાય
પાર્વતી પતિ ભોલેનાથનુ,ઑંમ નમઃ શિવાયથી પુંજન થાય
….શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
પવિત્ર કેડી જીવને મળે જગતે,જ્યાં ભોલેનાથની પુંજા થાય
નિર્મળભાવના સંગે રાખતા,માતાપાર્વતીનીય કૃપા મળી જાય
અજબશક્તિશાળી અવિનાશી,પવિત્ર ગંગા અવનીને દઇ જાય
એજ પિતા શ્રીગણેશજીના,જે જગતમાં શંકર ભગવાન કહેવાય
….શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
અનેકસ્વરૂપ ભોલેનાથના અવનીએ,જેનુ શ્રધ્ધાએ પુંજન થાય
ભક્તિભાવની નિર્મળરાહે વંદન કરતા,પરમાત્માની કૃપા થાય
ગૌરીનંદન ગજાનંદનીકૃપાએ,માનવજીવનની મહેંક પ્રસરીજાય
એજ અજબપિતા ભોલેનાથ છે,મહા શીવરાત્રીએ વંદન થાય
….શિવરાત્રીના પવિત્રદીવસે,શિવલીંગની દુધથી અર્ચના થાય.
===========================================

Advertisements