માગણીની માયા

.     .માગણીની માયા

તાઃ૩૦/૪/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની કેડી છે નિરાળી,જીવનમાં અનેક રીતે એ સ્પર્શી જાય
અનુભવની અદભુત છે કેડી,જે માનવજીવનમાં અનેકરીતે દેખાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
ભણતર એ નિર્મળકેડી છે,જે શ્રધ્ધાએ સમજીને જીવનમાં ચલાય
મળે કૃપા માસરસ્વતીની,અનેક સંબંધીઓનો પ્રેમ પણમળી જાય
ના અપેક્ષા કોઇ જીવનને સ્પર્શે,એજ પવિત્રરાહની કૃપા કહેવાય
નિર્મળ રાહનો સંગ મળેલ જીવનમાં,જે પાવનકર્મ જ કરાઈ જાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જ્યાં નિર્મળભાવે વંદન કરી જવાય
આશીર્વાદની એક જ કૃપાએ,મળેલ જન્મને પાવન એ કરી જાય
અંતરથી કરેલ સેવા જગતમાં,જીવપર જલાસાંઇની કૃપા થઈ જાય
ભક્તિમાર્ગ એ શ્રધ્ધાએ કરેલ કર્મ છે,જે જીવને અનુભવે સમજાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
======================================================

કીર્તન

.Image result for ભક્તિગીત.
       .કીર્તન  

તાઃ૩૦/૪/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કીર્તન એ રતન છે જીવનુ,જીવનમાં સુખસાગર દઈ જાય
કૃપાળુ પ્રેમની થાય વર્ષા,મળેલ માનવ જીવન મહેંકી જાય.
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
નિર્મળ જીવનનો સંગ થઇ જાય,ના મોહમાયા સ્પર્શી જાય
એજ પાવનરાહ છે જીવનમાં,ભક્તિભાવ કીર્તનથી મેળવાય
મનથી કરેલ નિર્મળભક્તિ,જીવને મળેલદેહ સાર્થક કરી જાય
ના માગણી કળીયુગમાં કોઇ,કે ના અપેક્ષાના વાદળ ઘેરાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
જલારામની જ્યોત પ્રગટી,જ્યાં અનેક જીવોને ભોજન દેવાય
વિરબાઈમાની પવિત્ર રાહ હતી,જ્યાં પરમાત્માય ભાગી જાય
સંત સાંઈબાબાની જ્યોતપ્રગટી,જ્યાં માનવજીવન સ્પર્શીજાય
ભેદભાવને છોડીને જીવતા અવનીએ,જન્મ સાર્થક થઈ જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
==================================================

સંતાન પ્રેમ

...Image result for સંતાન પ્રેમ...
.      સંતાન પ્રેમ

તાઃ૨૮/૪/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રીતની રીત અનેક છે અવનીએ,જે અનુભવથીજ સમજાઈ જાય
પ્રેમનીકેડી સમયે મળે સમજાય જીવને,એ જ પરમ કૃપા કહેવાય
......પાવનપ્રેમ મળે સંતાનને માબાપથી,જે સત્માર્ગી જીવને સમજાય.
જીવને જન્મ મળતા દેહ મળી જાય,એ પરમાત્માની કૃપા કહેવાય
અજબલીલા અવતારીની અવનીએ,જીવને કર્મબંધનથી અનુભવાય
સુખ દુઃખના સંબંધ છે દેહને,જે જીવને જન્મ મળતા સ્પર્શી જાય
પાવનપ્રેમ એ શ્રધ્ધાએ કરેલભક્તિ,જે સંતાનને સદમાર્ગે લઈ જાય
......પાવનપ્રેમ મળે સંતાનને માબાપથી,જે સત્માર્ગી જીવને સમજાય.
સમય પકડીને ચાલતા જીવનમાં,પરમાત્માનો સંગ પણ મળી જાય
વાણી અને વર્તન સચવાઈ જતા,દેહને નાકોઇ આફત સ્પર્શી જાય
કુદરતની આ અદભુત છે લીલા,જીવને જન્મમરણના બંધને દેખાય
પ્રેમ એજ છે માબાપનો જીવનમાં,જે થકી સંતાનનેજન્મ મળી જાય
......પાવનપ્રેમ મળે સંતાનને માબાપથી,જે સત્માર્ગી જીવને સમજાય.
=====================================================

પ્રેમાળ નજર

Image result for નજર પડી
.       પ્રેમાળ નજર
તાઃ૨૭/૪/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ઝાંખપ દુર થઈ,જ્યાં સીતાપતિ શ્રીરામની નજર પડી ગઈ
માનવજીવને પવિત્રરાહ મળીગઈ,અને એ જ પાવનકર્મ કરાવી રહી
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
લઘર વઘર એ છે કળીયુગની કેડી,ના કોઇ જ માનવીથી છટકાય
અવનીપર આગમન થતા જીવનુ,સમયની સાંકળથી જીવન જકડાય
ના દેખાવ સ્પર્શે કે ના અપેક્ષાય,જે પ્રભુ શ્રી રામની કૃપા કહેવાય
મળે અનંત શાંંતિ જીવનમાં માનવીને,સંગે શ્રધ્ધા ભક્તિ પણ થાય
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
પડે નજર જ્યાં માનવીની દેહ પર,જે ઘણીવાર ઇર્શા દ્વેશ કહેવાય
સુખ શાંન્તિથી જીવતા માનવીને,નજર પડતા દુઃખનીવર્ષા થઈ જાય
મળે માયાની સાંકળ જીવને,ત્યાં કળીયુગની અસરનો અનુભવ થાય
આવી શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પુજ્ય શ્રીરામની નજર પડી જાય
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
=====================================================

ઉંમરની જકડ

Image result for નિખાલસ પ્રેમ
.      ઉંમરની જકડ 

તાઃ૨૭/૪/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલથી ના છટકે કોઇ જગતમાં,જ્યાં ઉંમરના પગલે ચલાય
મળેલ દેહને પારખી જીવતા,અનંતપ્રેમની વર્ષા જલાસાંઇની થાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
મળેલ દેહને સમજી શકે જીવ,જ્યાં માનવદેહથી આગમન થાય
પરમાત્માની આજ કૃપા કહેવાય,જે દેહ મળતા સમજીને જીવાય
અનેક દેહનો સંબંધ અવનીએ,પશુ પક્ષીને માનવથી ઓળખાય
ઉંમર એજ સ્પર્શે છે દરેક દેહને,જે દેહને મૃત્યુ મળતા જ દેખાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
બાળપણ પછી જુવાની આવે દેહને,અને અંતે છે આવે ઘૈડપણ
નાકોઇથી છટકાય જગતમાં,કેનાકોઇથી જીવનમાં પાછુય જવાય
પાવનરાહ જીવનમાં લેવા માનવીથી,નિર્મળભક્તિનો સંગ લેવાય
અંત આવે જ્યાં જીવનનો અવનીથી,ત્યાં મુક્તિ રાહ મળી જાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
====================================================

પકડે કે જકડે

.Image result for પકડે કે જકડે
.     પકડે કે જકડે 

તાઃ૨૬/૪/૨૦૧૭     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનાબંધન અવનીએ દેહ મળે દેખાય,એ અજબલીલા કહેવાય
પરમાત્માના બંધન સ્પર્શેછે જીવને,જે પકડજકડથી સમજાઈ જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
અવનીપરનુ આગમન એબંધન છે,જીવને દેહ મળતાજ અનુભવાય
પરમાત્માની પરમકૃપા ભક્તિએ મળે,જ્યાં નિર્મળ ભાવે પુંજન થાય
દેહને પકડે છે માયા કળીયુગની,જેદેહ મળતા જીવનમાં સ્પર્શીજાય
નાકોઇની તાકાત અવનીએ છે,કે એકુદરતની પકડથી છટકી જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
દેહ મળે કર્મબંધન થી જીવને,જે જન્મ મરણના બંધનથી સમજાય
જ્યાં મોહ અને માયા સ્પર્શે દેહને,ત્યાંજ જીવ બંધને જકડાઈ જાય
ના છટકે માનવ કે મહામાનવ તેનાથી,એજ છે પરમાત્માની લીલા
આગમન વિદાય એજ પકડેજકડે જીવને,જે અનુભવે સમજાઇ જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
====================================================

સિધ્ધી વિનાયક

Image result for ગણપતિજી
.     .સિધ્ધી વિનાયક

તાઃ૨૫/૪/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ શક્તિશાળી છે એસંતાન,પિતા ભોલેનાથની કૃપા મેળવી જાય
માતા પાર્વતીના લાડીલા કહેવાય,એ સિધ્ધી વિનાયકથીય ઓળખાય
......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય.
ભક્તિમાર્ગને પારખી ચાલતા જીવનમાં,પ્રથમ ગણપતિની પુંજા થાય
મળે કૃપા શ્રી શંકર ભગવાનની,જીવનમાં અજબશક્તિ મેળવી જાય
પવિત્રગંગાને વહેવડાવે શિખરથી,જે જગતમાં પવિત્ર નદીજ કહેવાય
શક્તિશાળી નાગદેવને સાથે રાખે,ત્યાં ના કોઇ તકલીફ આવી જાય
......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય.
શ્રધ્ધાનોસંગ મનથીરાખતા જીવનમાં,પાવનરાહનો જીવનમાં મળી જાય
ૐ ગં ગણપતયે નમઃ નુ સ્મરણ કરતાજ,જીવને સત્માર્ગેએ દોરી જાય
પાવનકેડીની રાહમળે સિધ્ધી વિનાયકની કૃપાએ,ઉજ્વળ કેડી મેળવાય
અજબકૃપાળુ એદેવ છે,જે માતાપાર્વતી ને ભોલેનાથના સંતાન કહેવાય
......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય.
=========================================================