સમયનો સંગ


.        .સમયનો સંગ 

તાઃ૩/૫/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેક સંગનો સાથ મળે છે જીવને,જે દેહને સ્પર્શી જાય
અગમનિગમ લીલા છે અવીનાશીની,અનુભવથી સમજાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
મળે દેહ અવનીએ જીવને,ત્યાંજ સમયનો સંગ મળી જાય
ઉંમર એજ પ્રથમ સંગ છે સમયનો,ના કોઇથી દુર જવાય
સમયને પકડી ચાલવા જીવનમાં,નિખાલસતાએ જ જીવાય
મળે માનવતાનોસંગ સાથીઓનો,જે જીવને પ્રેમ દઈ જાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
જુવાનીમાં નાજકડે કોઇદેહને,જ્યાં મનમક્કમ રાખી જીવાય
સફળતાનો સંગાથ મળે જીવનમાં,ના કોઇ આફત અથડાય
ભક્તિભાવથી માળાકરતા,જલાસાંઇના આશીર્વાદ મળી જાય
કલમની નિર્મળકેડી પકડતા,માતાનીકૃપાયે લેખો લખાઈ જાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
===================================================