જીવનની મહેંક


.      .જીવનની મહેંક  

તાઃ૪/૫/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ પવિત્રકેડી જગતમાં,જીવને મળેલ દેહને એસ્પર્શી જાય
અજબશક્તિશાળી પરમાત્મા છે,જીવને કર્મનાબંધનથી સમજાઈ જાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
અવની એજ સ્થળછે જગતમાં,જ્યાં સમય સમયે જીવનેદેહ મળી જાય
કર્મની સાંકળ છે ઉત્તમ જગતમાં,જે જીવને મળેલ દેહથી દેખાઇ જાય
પાવનકર્મએ જીવનો સંગ છે,દેહથી થયેલ શ્રધ્ધાભક્તિ પુંજનથી દેખાય
જ્યાં મોહમાયાના બંધન છુટે દેહથી,જીવ પ્રભુકૃપાએ મુક્તિમાર્ગે દોરાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
મોહમાયા તો સૌનેસ્પર્શે જીવનમાં,પણ સંત જલાસાંઇની પુંજાયે બચાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,પાવનરાહ પવિત્રસંતની કૃપાએજ મેળવાય
કુટુંબની કેડી એતો સૌને સ્પર્શે,જે માબાપના પ્રેમથી આવન થઈ જાય
માનવજીવનની મહેંક પ્રસરે જગતમાં,જ્યાં પવિત્રકર્મનોસંગ રાખી જીવાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
=======================================================