ગેરલાભ

.           .ગેરલાભ
તાઃ૫/૫/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર જીવનની કેડી પકડી ચાલતા,જલાસાંઈની કૃપા થાય
મળેલ દેહની માનવતા પ્રસરે,જ્યાં પાવનકર્મનો સંબંધ થાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
શીતળતાનો સંગ મળે જીવનમાં,જે અનંત પ્રેમ આપી જાય
મળેલ દેહની પાવનરાહ જોઇ,પરમાત્માનીય કૃપા થઈ જાય
સફળતાનો સહવાસમળતા,અનેક કાર્યોમાં સફળતામળી જાય
જીવને મળે દેહને અવનીએ,સુખસાગરની વર્ષા મળતી જાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
કર્મના બંધન એ સ્પર્શે જીવને,જે જન્મ મળતા દેખાઈ જાય
અવનીના બંધનછે દેહના,એજ અવિનાશીની લીલા કહેવાય
નિર્મળ ભક્તિ મનથી કરતા,દેહને નાકોઇ ગેરલાભ દઈ જાય
સત્કર્મની પાવનરાહે ચાલતા,પરમાત્મા આફતથી દુર લઈજાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
====================================================