મળે શાંન્તિ


.      .મળે શાંન્તિ

તાઃ૬/૫/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે શાંંન્તિ જીવનમાં,એ દેહની પાવન રાહ કહેવાય
અપેક્ષાને દુર રાખીને જીવતા,પરમાત્માનો પ્રેમ પણ મેળવાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
સુખ શાંન્તિ એ જીવને દેહ મળતા,કર્મના બંધનથી સમજાય
મળેલ દેહ અવનીએ જીવને,જે દેહ મળતા જ જોઇ લેવાય
કુદરતની સાંકળથી જગતમાં,અનુભવનો ભંડારપણ મળી જાય
મળે નિખાલસ પ્રેમ દેહને,એ જીવનાજ પ્રેમના બંધન કહેવાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
પ્રસરે માનવતાની મહેંક અવનીએ,જ્યાં પવિત્ર રાહથી જીવાય
મળેમનને શાંંન્તિ જીવનમાં,જેપરમાત્માની પાવન કૃપા કહેવાય
કરેલ કર્મના બંધનજ સ્પર્શે જીવને,જે મળેલ દેહથી અનુભવાય
ના માગણી કે ના અપેક્ષા રહે જીવની,જે નિર્મળતાએજ દેખાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
=======================================================