મા કૃપા

.          .મા કૃપા
 તાઃ૭/૫/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માડી તારી પરમકૃપા થઈ,ત્યાં જીવને અનંત શાંંન્તિ મળી ગઈ
પાવનરાહની કેડી મળતા,મળેલ દેહ પર પવિત્રપ્રેમની વર્ષા થઈ
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
અજબશક્તિ શાળી માતા છે,જેને મારી કુળદેવી પણ કહેવાય
સતત સ્મરણ ૐ ક્રીં કાલિયે નમઃકરતા,ભક્તિજ્યોત પ્રગટી ગઈ
મનને મળે શાંંન્તિ ને નારહે કોઇ અપેક્ષા,જીવનસરળ થઈ જાય
ચરણે સ્પર્શી માતાને વંદનકરતા,ઉજ્વળ કુળનો સાથ મળી જાય
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
કર્મના બંધન એ જીવને જકડે,અવનીના આગમનથી અનુભવાય
પવિત્રપ્રેમથી ભક્તિ પુંજા કરતા,માડીના દર્શન જીવને થઈ જાય
આંગણે આવી માડી દર્શન દઇ જાય,જે પવિત્રરાહ આપી જાય
આરતી દીવો શ્રધ્ધાએ કરતા,મા કૃપાએ જીવન સરળ થઈ જાય
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
=====================================================