વડીલની લાયકાત


.        .વડીલની લાયકાત 

તાઃ૮/૫/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મ મળે જીવને અવનીએ.ત્યાં સંબંધનો સંગાથ મળી જાય
મળેલ સંસ્કારને પકડી ચાલતા,મળેલદેહની લાયકાત સમજાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
વડીલને બંધન ઉંમરના જીવનમાં,અનુભવનીઆંગળી પકડી જાય
માનવતાની મહેંક પ્રસરે સંસારમાં,જે જોતા ધણાને પ્રેરણા થાય
પગે લાગીને આશીર્વાદ મેળવતાજ,પરમાત્માની કૃપા અનુભવાય
માગણી મોહના બંધનને છોડી જીવતા,વડીલને પાવન કહેવાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
શબ્દની શીતળકેડી પકડી ચાલતા,અનેકનો નિર્મળપ્રેમ અડી જાય
શ્રધ્ધા રાખીને વડીલને મળતા,પ્રેમથી પાવન રાહ પણ મળી જાય
અંતરથી મળે આશીર્વાદ વડીલના,જીવને મુક્તિમાર્ગે જ દોરી જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,ના કોઇ ચિંતા કે મોહ અડી જાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
===================================================