દેહનો સંબંધ


.     .દેહનો સંબંધ 

તાઃ૧૦/૫/૨૦૧૭     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સુખદુઃખનો સંબંધ છે દેહને,જે જીવને દેહ મળતા અનુભવાય
કુદરતની છે આ કરામત અવનીએ,અબજો વર્ષોથીએ ગંઠાય
......ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
સત્કર્મનો સંગાથ રાખતા જીવનમાં,પરમાત્માનીકૃપા થઈ જાય
મળે માનવતાની નિર્મળકેડી જીવને,સુખનો સંગાથ મળી જાય
પવિત્ર પાવનકર્મ શ્રધ્ધા એ થતા,દેહથી દુઃખ દુર ભાગી જાય
મળેલ દેહને સ્પર્શે પ્રભુકૃપા,ત્યાં દેહને અનંતશાંન્તિ મળી જાય
.....ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
અવની પર અનેક દેહ મળે જીવને,જે તેના બંધનથી મેળવાય
માનવદેહ પર પ્રભુની કૃપા થતા,જન્મમરણના બંધન છુટીજાય
જીવને દેહનો સંબંધ રહે,જ્યાં કર્મનાબંધન જીવને સ્પર્શી જાય
આવન જાવનએ લીલા અવિનાશીની,જે થયેલ કર્મથી સમજાય
.....ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
====================================================

ચી.દીપલનો લગ્નદીવસ


..Image result for ચી.દીપલ..
.    .ચી.દીપલનો લગ્નદીવસ    

તાઃ૧૦/૫/૨0૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માએ પકડી કેડી દીપલની,ત્યાં પાવનકર્મ જીવનમાં થાય
સાથ મળ્યો ચીંં નિશીતકુમારનો,ત્યાં કુટુંબનીકેડી પકડાઇ જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સરળ જીવનની રાહે ચાલતા,જીવનમાં ના કોઇ અપેક્ષા રખાય
પરમાત્માના પ્રેમની રાહે જીવતા,સુખશાંંન્તિની કૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરે છે,માતાને અમારા પ્રેમથી વંદન થાય
માડી તારી કૃપાની કેડીની જ્યોત પ્રગટે,તો જીવને શાંંન્તિ થાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સંત જલાસાંઇને વંદન કરે પ્રેમથી,જીવનુ કળીયુગથી રક્ષણ થાય
કુળદેવી મા કાળકાની પુંજા કરતા,જીવને ઉજ્વળરાહ મળી જાય
અંતરથી આશિર્વાદ પ્રદીપરમાના,દીકરીદીપલનુ કુળ ઉજ્વળ થાય
મળેકૃપા પરમાત્માની જીવનમાં,જે સંતાનનુ સુખ પણ આપી જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
=========================================================
   વ્હાલી દીકરી ચીં દીપલનો આજે લગ્નદીવસ છે.તે નિમિત્તે જમાઈ 
શ્રી નિશીતકુમારને દીપલ સહિત લગ્નદીવસની શુભેચ્છા સહિત મમ્મી,પપ્પા, 
ભાઈ રવિના જય જલાસાંઇરામ.