પ્રભુ સ્વરૂપ


...Image result for પરમાત્માના સ્વરૂપ...
.     .પ્રભુ સ્વરૂપ
 
તાઃ૧૨/૫/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પાવનકૃપા અવનીપર,અનેક સ્વરૂપે દર્શન દઇ જાય
મળે જીવને શાંન્તિ જીવનમાં,જે સાચી શ્રધ્ધાભક્તિથી મળી જાય
.....દેહ લીધો અવનીપર,જે શ્રીરામ,શ્રીકૃષ્ણ,શ્રીહનુમાનથી ઓળખાય.
કર્મના બંધન જકડે જીવને,જે આવન જાવનથી જ દેખાઈ જાય
મળે દેહને સંબંધ અવનીએ,જન્મમરણના બંધનથી જીવ જકડાય
પ્રભુ સ્વરૂપ એ કૃપા પરમાત્માની,જે જીવને સદમાર્ગે દોરી જાય
મળે જીવને માયાનાબંધન દેહ લેતા,નાકોઇથીય દુર પણ રહેવાય
.....દેહ લીધો અવનીપર,જે શ્રીરામ,શ્રીકૃષ્ણ,શ્રીહનુમાનથી ઓળખાય.
અંતરમાં આનંદમળે કૃપાએ,નામાગણી કે કોઇઅપેક્ષા અડી જાય
સરળતાનો સંગાથ પ્રભુના સ્વરૂપે,શ્રધ્ધાભક્તિ પુંજનથી મળીજાય
અનેક સ્વરૂપે અવનીપર આવી,દર્શને પવિત્ર જીવન આપી જાય
માનવજીવનની મહેંક પ્રસરે જીવનમાં,એ જ પરમકૃપા જ કહેવાય
.....દેહ લીધો અવનીપર,જે શ્રીરામ,શ્રીકૃષ્ણ,શ્રીહનુમાનથી ઓળખાય.
======================================================

શ્રી રામનામ


Image result for શ્રી સીતારામ
.      .શ્રી રામનામ
તાઃ૧૨/૫/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં શ્રી રામનામનુ સ્મરણ થાય
પાવનકૃપા મળે સંગે સીતાજીની,ત્યાં શ્રી હનુમાનજીનો પ્રેમ લેવાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
અવનીપર એ પવિત્ર દેહ પરમાત્માનો,જે રાવણનુ દહન કરી જાય
સીતામાતા નિમિત બન્યા અવનીએ,જ્યાં બજરંગબલી આવી જાય
અજબશક્તિ રાવણની ભોલેનાથકૃપાએ,દેહને અભિમાન મળી જાય
દેહ લીધો પરમાત્માએ અવનીએ,જે શ્રી રામના નામથી યાદ કરાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
ભક્તિમાર્ગની રાહ લેવા જીવનમાં,હિંદું ધર્મમાં શ્રીરામની માળા થાય
અંતરથી કરેલ માળા મળેલ જીવન ઉજ્વળ કરે નાઅપેક્ષા અથડાય
તનમનથી શાંંન્તિ મળે દેહને,જે મળેલ જન્મ સાર્થક પણ કરી જાય
ઉજ્વળ જીવન નિમિત બને,જે અનેક જીવોને સદમાર્ગે દોરી જાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
=========================================================