જ્યોત જીવનની


.Image result for જ્યોત જીવનની.
.      .જ્યોત જીવનની
તાઃ૧૪/૫/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની પાવનકેડી મળે દેહને,જે જીવને પવિત્રરાહ આપી જાય
જન્મ મળેછે જીવને અવનીએ,જ્યાં માબાપના પ્રેમની વર્ષા થાય
......કર્મની નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય.
અંધકાર ભરેલ માર્ગને ના ઓળખતા,આ કર્મનીકેડી બગડી જાય
માનવજીવનમાં સમજનો સંગાથ લેતા,જીવનની જ્યોત પ્રગટીજાય
થયેલ કર્મ એ જીવનને સ્પર્શે,ના કોઇથી જગતમાં છટકી શકાય
પરમાત્માની કૃપામળે જીવને,જયાં સમયને સમજીને જીવન જીવાય
......કર્મની નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય.
ના અપેક્ષાનીકેડી સ્પર્શે દેહને,જ્યાં શ્રધ્ધા વિશ્વાસથી પુંજન થાય
મળે અંતરથી આશિર્વાદ જીવનમાં,જ્યાં વડીલને પ્રેમથીવંદન થાય
કુદરતની અજબલીલા અવનીએ,જીવને આવન જાવનથી સમજાય
કળીયુગ સતયુગએ અવિનાશીની લીલા,ભક્તિપ્રેમથી બચાવી જાય
......કર્મની નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય.
=====================================================