જીવની અભિલાષા


.         .જીવની અભિલાષા
તાઃ૧૫/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી પ્રેમની પાવન કેડી,જીવનની જ્યોત પ્રગટાવી જાય
અંતરમાં આનંદની વર્ષા થતા,મળેલ જન્મસાર્થક થઈ જાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
જીવને પકડેછે કરેલ કર્મ,જે મળેલ દેહથી અનુભવ થાય
અવની પરનુ આગમન એ બંધન,જે જન્મ મળતા દેખાય
પરમકૃપાળુ પરમાત્માછે,જીવને નિર્મળ ભક્તિ આપી જાય
મળે કૃપા ભગવાનની જીવને,જે દેહના વર્તનથી સમજાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
ઉજ્વળ જીવનની રાહ પકડે,મળેલજન્મ સાર્થક કરી જાય
પાવન કર્મ સ્પર્શે દેહને,જે સંત જલાસાંઈની કૃપાએ થાય
ના અપેક્ષાના કોઇ વાદળ વર્ષે,કે ના કોઇ મોહ મેળવાય
એજ જીવનની જ્યોત પ્રગટાવે,જે દેહના વર્તનથી દેખાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
================================================