ગૌરીનંદન


.Image result for ગૌરીનંદન.
.      .ગૌરીનંદન  

તાઃ૧૬/૫/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગૌરીનંદનની અજબ છે શક્તિ,પિતા ભોલેનાથથી મેળવાય
માતા પાર્વતીની અસીમકૃપાએ,જગતમાં ગણપતિય કહેવાય
......કલમની પવિત્ર કેડી સંગે,જીવને મળેલ દેહનુ ભાગ્ય લખી જાય.
અવનીપર નો આધાર છે કેટલો,એ ગૌરીનંદન જ કહી જાય
પવિત્રરાહની આંગળી ચીંધે,જે પરમાત્માને વંદન કરાવી જાય
ના આગમનકે વિદાયનો સંબંધસ્પર્શે,જ્યાં દંતેશ્વરની કૃપાથાય 
જીવના બંધન અવનીએ જકડાય,જ્યાં મોહમાયા સ્પર્શી જાય 
......કલમની પવિત્ર કેડી સંગે,જીવને મળેલ દેહનુ ભાગ્ય લખી જાય. 
નિર્મળ પ્રેમની ગંગા વહેતા,પિતાનો અમૃત પ્રેમ પણ મેળવાય 
રિધ્ધી સીધ્ધીનાએ જીવનસંગી,ભક્તિએ પાવનપ્રેમ આપી જાય 
પુંજન વંદન પ્રેમથી કરતા,સિધ્ધી વિનાયકની કૃપા વર્ષી જાય 
જીવને મળેલ અનંત શાંંન્તિ અવનીએ,જ્યાં દેહથી વંદન થાય 
......કલમની પવિત્ર કેડી સંગે,જીવને મળેલ દેહનુ ભાગ્ય લખી જાય. 
=====================================================